વિશ્વભરના આર્કિટેક્ચરના શોખીનોએ કંઈક અલગ હોય એવાં ૧૪ બિલ્ડિંગ્સના ફોટો બોરડ પાંડા નામની ઑનલાઇન ગૅલરીમાં એકઠા કર્યા છે

સાઉથ કોરિયામાં આવેલા આ લીલા રંગના કૅફેને તીતીઘોડા જેવો આકાર આપવામાં આવ્યો છે, જેને જૂની ટ્રેન કારમાંથી બનાવવામાં આવ્યું છે. રિકાર્ડો બોફિલ દ્વારા ૧૯૮૨માં આ ઇમારતની ડિઝાઇન બનાવવામાં આવી હતી.
વિશ્વભરના આર્કિટેક્ચરના શોખીનોએ કંઈક અલગ હોય એવાં ૧૪ બિલ્ડિંગ્સના ફોટો બોરડ પાંડા નામની ઑનલાઇન ગૅલરીમાં એકઠા કર્યા છે. એને જોતાં આપણે વાહ પોકારી ઊઠીએ, જેમાં વિશાળ શેષનાગ જેવા આકારમાં બનેલા તેલંગણમાં આવેલા લક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરનો સમાવેશ છે. એક નજર આવાં બિલ્ડિંગો પર...
સ્પેનના મૅડ્રિડમાં એક ઊભો બગીચો છે. ઇમારતની એક તરફની સાઇડ પર અંદાજે ૧૫,૦૦૦ જેટલા છોડ વાવવામાં આવ્યા છે.
ફ્રાન્સના પૅરિસ નજીક આવેલી લેસ એસ્પેસિસ ડી’અબ્રાક્સાસ-નોઇઝી લે ગ્રૅન્ડ રિકાર્ડો બોફિલ દ્વારા ૧૯૮૨માં આ ઇમારતની ડિઝાઇન બનાવવામાં આવી હતી.
ચીનના ગિલિનમાં આવેલા સૂર્ય અને ચંદ્ર પેગોડાની આ ઇમારત વિશાળ આકર્ષણો ધરાવે છે. વળી એ તળિયા ટનલ દ્વારા એકમેક સાથે જોડાયેલી પણ છે.