૭૫ વર્ષની કૅમેરન વિશે ૨૦૧૯માં બધાને ખબર પડી હતી

કૅમેરન વિશ
યુનિવર્સિટી કૉલેજ લંડનના નિષ્ણાતોએ સ્કૉટલૅન્ડમાં રહેતી એક સિનિયર સિટિઝન મહિલામાં જોવા મળતા દુર્લભ આનુવંશિક પરિવર્તનને શોધી કાઢ્યું છે જેને કારણે તેમને કોઈ પીડા કે ડરનો અનુભવ થતો નથી. ફાહ આઉટ જનીનમાં પરિવર્તનનું કામ કરે છે પરિણામે જો કૅમેરન નામક મહિલાને દુખાવો નથી. આ જ એક એવી જૈવિક પદ્ધતિ છે જેને કારણે ઘા પર ઝડપથી રૂઝ આવે છે. આ શોધ પેઇન મૅનેજમેન્ટ અને ઘાની સારવાર માટેની દવાઓના સંશોધનમાં ઘણી કામ લાગી શકે છે. ફાહ આઉટ નામક જનીન નૉન-કોડિંગ આરએનએને એન્કોડ કરે છે. આ જનીન કઈ રીતે કામ કરે છે એ સમજવાથી અન્ય એના જેવા જ જનીનોમાં આવતી સમસ્યાને સમજી શકાશે. ૭૫ વર્ષની કૅમેરન વિશે ૨૦૧૯માં બધાને ખબર પડી હતી, કારણ કે એ સમયે એણે કમરની સમસ્યા માટે સારવાર કરાવવાની માગ કરી હતી. સાંધાની સ્થિતિ ગંભીર હોવા છતાં તેમને કોઈ દુખાવો થતો નહોતો. મહિનાઓ બાદ તેમની હાથની સર્જરી કરવામાં આવી. ત્યાર બાદ પણ તેમને કોઈ દુખાવો થયો નહોતો. સામાન્ય રીતે આવી સર્જરી બાદ ભારે દુખાવો થતો હોય છે. ત્યાર બાદ સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે ફાહ જનીન આ પ્રકારની પ્રવૃત્તિને નકારે છે.