બાંસવાડા જિલ્લામાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે લુટેરી દુલ્હનનાં કારનામાંનો પર્દાફાશ થયો હતો.
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનમાં રાજીખુશીથી લગ્નના ફેરા ફરનાર ૩૨ વરરાજાઓનો માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો. તેમને ખ્યાલ નહોતો કે દુલ્હનના વેશમાં એક મહિલા તેમને છેતરીને જતી રહેશે. જોકે આ લુટેરી દુલ્હન આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી અને તેની કાર્યપદ્ધતિ પણ સામે આવી ગઈ હતી. આ મહિલા અરેન્જ્ડ મૅરેજના માધ્યમથી પુરુષોને ટાર્ગેટ કરતી હતી અને તેમના પરિવારને એવા વિશ્વાસમાં લઈ લેતી કે વાત લગ્ન સુધી પહોંચી જાય. લગ્ન કર્યા બાદ આ દુલ્હન હનીમૂનને ટાળવા કોઈક બહાનું બતાવીને ઘરમાંથી પૈસા અને સોનું લઈને ફરાર થઈ જતી હતી. બાંસવાડા જિલ્લામાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે લુટેરી દુલ્હનનાં કારનામાંનો પર્દાફાશ થયો હતો.

