મલેશિયાના ટાઉન બુકિટ ટિન્ગીના એઓન મૉલ અને સોની પિક્ચર્સ મલેશિયાએ ત્રીજી જૂને લોકોને સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરીને આવવા માટે ઇન્વાઇટ કર્યા હતા
સ્પાઇડરમૅન કૉસ્ચ્યુમ્સમાં સૌથી વધુ લોકો એકત્ર થવાનો રેકૉર્ડ
મલેશિયાના ટાઉન બુકિટ ટિન્ગીના એઓન મૉલ અને સોની પિક્ચર્સ મલેશિયાએ ત્રીજી જૂને લોકોને સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરીને આવવા માટે ઇન્વાઇટ કર્યા હતા. અહીં એટલાબધા સ્પાઇડરમેન એકત્ર થઈ ગયા હતા કે મલેશિયાએ નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો.
સોની પિક્ચર્સ અનુસાર આ પહેલાં સ્પાઇડરમૅનના કૉસ્ચ્યુમ્સમાં સૌથી વધુ લોકો એક જ જગ્યાએ ભેગા થયા હોવાનો રેકૉર્ડ ભારતમાં ૨૦૨૧ની ૧૫ ડિસેમ્બરે રચાયો હતો, જ્યારે ૬૦૧ લોકો સ્પાઇડરમૅનના કૉસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
હવે આ રેકૉર્ડ તોડવા માટે બુકિટ ટિન્ગીના મૉલમાં બપોરે ૪ વાગ્યાથી પ્રયાસ શરૂ થયો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓએ સ્પાઇડરમૅનના કૉસ્ચ્યુમમાં આવેલા દરેક જણને ઓછામાં ઓછી પાંચ મિનિટ માટે નક્કી કરેલા એરિયામાં ઊભા રહેવા જણાવ્યું હતું. આખરે કન્ફર્મ થયું હતું કે સ્પાઇડરમૅનના કૉસ્ચ્યુમમાં સૌથી વધુ લોકો ભેગા થવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ હવે મલેશિયાનો છે, જ્યાં ૬૮૫ લોકો સ્પાઇડરમૅનના કૉસ્ચ્યુમમાં એકત્ર થયા હતા.


