પ્રિન્સ હૅરીને પોતાના પરિવાર સાથે મતભેદો હોવાના અહેવાલો બ્રિટિશ મીડિયામાં અવારનવાર આવતા રહે છે.
લાઇફ મસાલા
બ્રિટનના પ્રિન્સ હૅરી
બ્રિટનના પ્રિન્સ હૅરીએ સત્તાવાર રીતે પોતાના દેશનું નાગરિકત્વ છોડી દીધું છે. હવે તેમણે અમેરિકાનું નાગરિકત્વ મેળવી લીધું છે. એટલું જ નહીં, હૅરીનું સત્તાવાર સરનામું પણ બ્રિટનની જગ્યાએ કૅલિફૉર્નિયા થઈ ગયું છે. ગયા વર્ષે ૨૯ જૂને હૅરીએ બ્રિટનની સિટિઝનશિપનો ત્યાગ કર્યો હતો. આ વિશેની જાણકારી છેક હવે સામે આવી છે. આ પહેલાં બકિંગહૅમ પૅલેસે પ્રિન્સ હૅરી અને તેમનાં પત્ની મેગને બ્રિટન છોડી દીધું હોવાની જાહેરાત કરી હતી. પ્રિન્સ હૅરીને પોતાના પરિવાર સાથે મતભેદો હોવાના અહેવાલો બ્રિટિશ મીડિયામાં અવારનવાર આવતા રહે છે.