એક શખ્સ, જેની હાર્ટ અટેકથી મૃત્યુ થઈ ચૂક્યું હતું. ડૉક્ટર્સે પણ તેને ક્લિનિકલી ડેડ જાહેર કરી દીધું હતું. તે થોડીક વાર પછી જીવિત થઈ ગયો. એટલું નહીં, મૃત્યુ બાદ તેની સાથે શું-શું થયું, તે વિશે જણાવવા માંડ્યો. ડૉક્ટર્સ પણ એ સાંભળીને દંગ રહી ગયા.
પ્રતીકાત્મક તસવીર
આપણે બધાંએ સાંભળ્યું છે કે મર્યા બાદ કોઈ જીવતું થઈ શકતું નથી. એકવાર મનુષ્યના શ્વાસ થોભી ગયા એટલે બધું પૂરું. પણ અમેરિકામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક શખ્સ, જેની હાર્ટ અટેકથી મૃત્યુ થઈ ચૂક્યું હતું. ડૉક્ટર્સે પણ તેને ક્લિનિકલી ડેડ જાહેર કરી દીધું હતું. તે થોડીક વાર પછી જીવિત થઈ ગયો. એટલું નહીં, મૃત્યુ બાદ તેની સાથે શું-શું થયું, તે વિશે જણાવવા માંડ્યો. ડૉક્ટર્સ પણ એ સાંભળીને દંગ રહી ગયા.
ન્યૂયૉર્ક પોસ્ટના રિપૉર્ટ પ્રમાણે, 55 વર્ષના કેવિન હિલને મિરેકલ મેન જાહેર કરવામાં આવી રહ્યો છે. હકિકતે, કેવિનને 2021ના ઊનાળામાં પાણી વધવાને કારણે પગમાં સોજાં ચડી ગઈ હતી. ડૉક્ટર્સે કહ્યું કે તેમના શરીરમાં ત્રણને બદલે બે વાલ્વ છે. તેમાં પણ તકલીફ છે. સર્જરી થઈ પણ સમસ્યા ઘટવાને બદલે વધી ગઈ. સ્કિન અને લોહી લઈ જનારી નસોમાં કેલ્શિયમ જમા થવા માંડ્યુ. જેને કારણે અસહ્ય પીડા વધી. બીમારી તેને તડપાવી રહી હતી અને એક દિવસ પગમાંથી લોહી વહેવા માંડ્યું. માત્ર થોડાક જ કલાકમાં હે લીટરથી વધારે લોહી વહી ચૂક્યું હતું અને હાર્ટ અટેક આવવાને કારણે થોડીક જ મિનિટોમાં તેમનું મોત નીપજ્યું. ડૉક્ટર્સે ખૂબ જ પ્રયત્ન કર્યા પણ અંતે તેમને ક્લિનિકલી ડેડ જાહેર કરી દીધા. પણ થોડીક જ ક્ષણો બાદ તેમનું હ્રદય ધબકવા માંડ્યું. આ ચમત્કાર જેવું જ હતું. કારણકે ડૉક્ટર્સને પણ આના પર વિશ્વાસ થયો નહોતો. ડૉક્ટર્સે ત્યાં જ કેવિનને `ધ મિરેકલ મેન` જાહેર કર્યો
ADVERTISEMENT
આત્મા શરીરમાં હતી જ નહીં
કેવિનની તબિયત હાલ એકદમ સ્વસ્થ છે, પણ મૃત્યુ બાદ તેમની સાથે શું-શું થયું તે તેમને બધું યાદ છે. તે ક્ષણે-ક્ષણ વિશે જણાવી રહ્યા છે. સાઉથ વેસ્ટ ન્યૂઝ સર્વિસને તેમણે જણાવ્યું, મૃત્યુ બાદ હું આત્માની સાથે ચાલ્યો ગયો. આત્મા શરીરમાં હતી જ નહીં. હું મારા શરીરને જોઈ શકતો નહોતો. આ એવું હતું કે મારી આત્મા કોઈકના હાથમાં હતી. પણ જે કંઈ થઈ રહ્યું હતું તેને હું જોઈ શકતો હતો. ત્યાં ખૂબ જ શાંતિ હતી. પછી એકાએક લાગ્યું કે હું સૂઈ રહ્યો છું અને મારા શરીરમાંથી લોહી વહેવાનું બંધ થઈ ગયું. મને લાગી રહ્યું હતું કે આ મારી મોતનો સમય નથી.
આ પણ વાંચો : રાહુલ ગાંધી મામલો: "ભારતનો અવાજ બની લડું છું, દરેક કિંમત ચૂકવવા માટે તૈયાર"
કોઈ પ્રકાશ તેજ ન દેખાયો
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને કોઈ સફેદ પ્રકાશ દેખાયો? આના પર કેવિને કહ્યું કે, મને તો એવો કોઈ પ્રકાશ ન દેખાયો. એવો કોઈ સંકેત પણ ન મળ્યો કે હું સ્વર્ગમાં જઈ રહ્યો છું. જ્યારે ઊંઘમાંથી ઊઠ્યો તો ડૉક્ટર્સ મારી પાસે હતા. મારાં ધબકારા ચાલી રહ્યા હતા અને ખૂબ જ શાંતિ લાગતી હતી. લગભગ એક વર્ષ પછી હવે તે ઘરે પાછા આવ્યા છે. હવે તેમની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. પરિવાર સાથે વધારે સમય પસાર કરવા માંડ્યા છે કે કોણ જ્યારે ક્યારે જીવનનો અંત આવી જાય.

