‘પૉ પૅટ્રોલ : ધ માઇટી’ મૂવીના સ્પેશ્યલ પ્રારંભિક સ્ક્રીનિંગમાં ૨૧૯ ડૉગીઓ અને એમના માલિકોએ હાજરી આપી હતી
૨૧૯ ડૉગીઓએ ફિલ્મ જોઈ
ગયા રવિવારે લૉસ ઍન્જલસમાં ખૂબ જ અપેક્ષિત ‘પૉ પૅટ્રોલ : ધ માઇટી’ મૂવીના સ્પેશ્યલ પ્રારંભિક સ્ક્રીનિંગમાં ૨૧૯ ડૉગીઓ અને એમના માલિકોએ હાજરી આપી હતી. આ ઇવેન્ટના આયોજકોના જણાવ્યા મુજબ આ ઇવેન્ટમાં ‘ફિલ્મ સ્ક્રીનિંગમાં હાજરી નોંધાવનાર સૌથી વધુ ડૉગીઓ’નો રેકૉર્ડ બન્યો હતો. બેસ્ટ ફ્રેન્ડ્સ ઍનિમલ સોસાયટી અને સ્ટ્રીટ ફૂડ સિનેમા સાથેની ભાગીદારીમાં એન્ટરટેઇનમેન્ટ ટુનાઇટના કેવિન ફ્રેઝિયર દ્વારા રુવાંટીદાર મિત્રો માટે સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
આ ઇવેન્ટમાં ૨૧૯ ડૉગીઓ સાથે મળ્યા હોવાની સાથે જ એક જ સ્ક્રીનિંગમાં ડૉગીઓ માટેના અગાઉના સત્તાવાર રેકૉર્ડ તોડી પાડવામાં તેઓ સફળ થયા હતા. અગાઉ ઑક્ટોબર ૨૦૨૨માં રેકૉર્ડ સેટ કરવામાં આવ્યો હતો અને એમાં ૧૯૯ ડૉગીઓની હાજરી હતી.


