ડૉક્ટરોએ બીમ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને થ્રી-ડી એક્સ-રે થકી હાડકાની અંદર વધી રહેલા દાંતની તપાસ કરી અને પછી એને કાઢવા માટે સર્જરી કરી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જેની આપણે જ નહીં, ડૉક્ટર પણ કલ્પના ન કરી શકે એવી ઘટના પટનાની ઇન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થામાં ઘટી. અહીં એક વ્યક્તિ આંખ પાસે સોજો અને ધૂંધળી દૃષ્ટિની ફરિયાદ લઈને આવી હતી. ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ કરી તો આંખમાં કોઈ જ તકલીફ જણાતી નહોતી. જોકે આંખના સૉકેટમાં જે તરફ સોજો લાગતો હતો ત્યાં શું છે એ સમજવા એક્સ-રે કાઢવામાં આવ્યો ત્યારે ખબર પડી કે દાંતના ઉપરના પેઢામાંનો દાંત અંદર રિવર્સમાં ઊગી રહ્યો છે. મતલબ કે એ દાંત આંખના હાડકામાં ઘૂસીને ઉપરની તરફ ફેલાઈ રહ્યો હતો. જો આ દાંત હજી થોડોક વધ્યો હોત તો દરદીના વિઝનમાં કાયમી ખામી રહી જાય એવું જોખમ હતું. ડૉક્ટરોએ બીમ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને થ્રી-ડી એક્સ-રે થકી હાડકાની અંદર વધી રહેલા દાંતની તપાસ કરી અને પછી એને કાઢવા માટે સર્જરી કરી હતી. આ નાજુક સર્જરી સફળ રહી હતી અને દરદીની દૃષ્ટિ બચી ગઈ હતી.


