પાકિસ્તાનમાં જાવેદ શમી નામના એક ટ્વિટર યુઝરે કેકનો ઑર્ડર આપ્યો અને સાથે કેકની ડિલિવરી વખતે ડિલિવરી બૉયને ૨૦૦૦ના છૂટા લાવવા કહ્યું હતું
૨૦૦૦ના છૂટા લાવવાના મેસેજવાળી કેક જ ડિલિવર કરી દીધી.
ઇન્ટરનેટ એક આશીર્વાદ સમાન છે, જે વસ્તુ પસંદ પડે એના પર ક્લિક કરી ઑનલાઇન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરો એટલે જે-તે વસ્તુ તમારા ઘરે પહોંચી જાય. આમાં પર્સનલાઇઝ્ડ ગિફ્ટ કે અન્ય ચીજો પણ સામેલ છે, પરંતુ પર્સનલાઇઝ્ડ વસ્તુઓની ડિલિવરી વખતે જો તમારું કહેવું સામેનું પાત્ર સમજી ન શકે તો કેવી ગરબડ થાય એનું ઉદાહરણ છે તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલી એક ઘટના.
આ પણ વાંચો: વારાણસીની દુકાનનું નામ ‘લખનઉ ચિકન હાઉસ’, પણ વેચે છે કપડાં
ADVERTISEMENT
પાકિસ્તાનમાં જાવેદ શમી નામના એક ટ્વિટર યુઝરે કેકનો ઑર્ડર આપ્યો અને સાથે કેકની ડિલિવરી વખતે ડિલિવરી બૉયને ૨૦૦૦ના છૂટા લાવવા કહ્યું હતું. અહીં જ મુખ્ય ગરબડ થઈ સંવાદિતા સાધવામાં. આખી વાત ઉર્દૂમાં થઈ હતી. કેક વેચનાર સમજ્યો કે તે આવો મેસેજ મેળવવા માગે છે કેક પર. બસ, પછી ૨૦૦૦ના છૂટા લાવવાના મેસેજવાળી કેક જ ડિલિવર કરી દીધી.
આ આખી વાત ટ્વિટર પર શૅર કરી જાવેદે કેકનો ફોટો અપલોડ કર્યો, માત્ર ચાર જ કલાકમાં તેને ૬૦,૦૦૦ વ્યુઝ મળ્યા છે.


