શનિવાર રાતથી રવિવાર સુધીમાં નૉર્થ કોરિયાએ અત્યાર સુધીમાં ૩૩૦ બલૂન્સ છોડ્યાં છે
સાઉથ કોરિયા પર કચરાનાં બલૂન ફેંકી રહ્યું છે નૉર્થ કોરિયા
સાઉથ અને નૉર્થ કોરિયા વચ્ચેના સંબંધોમાં વર્ષોથી તાણ રહી છે. જોકે તાજેતરમાં આ બે દેશો વચ્ચે અજીબ પ્રકારની સાઇકોલૉજિકલ વૉર ચાલી રહી છે. કહેવાઈ રહ્યું છે કે તાજેતરમાં નૉર્થ કોરિયાએ મોટી સંખ્યામાં કચરો ભરીને એને બલૂન સાથે બાંધીને સાઉથ કોરિયા તરફ છોડ્યાં છે. શનિવાર રાતથી રવિવાર સુધીમાં નૉર્થ કોરિયાએ અત્યાર સુધીમાં ૩૩૦ બલૂન્સ છોડ્યાં છે અને લગભગ ૮૦ બલૂન્સ સાઉથ કોરિયામાં લૅન્ડ થઈ ચૂક્યાં છે. સાઉથ કોરિયાના સોલના અધિકારીઓનું કહેવું હતું કે આ બલૂનમાં પેપર અને પ્લાસ્ટિકનો કચરો જ ભરેલો છે અને એમાં કોઈ હાનિકારક ચીજો નથી. ગયા મહિનાથી શરૂ થયેલી આ ગતિવિધિમાં નૉર્થ કોરિયા તરફથી ૧૦૬૦ કચરાનાં બલૂન્સ છોડવામાં આવ્યાં હતાં.

