Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હી મેટ્રોમાં અકસ્માતે ઢોળાયેલો ખોરાક સાફ કરતા સ્ટુડન્ટની નેટિઝન્સે કરી પ્રશંસા

દિલ્હી મેટ્રોમાં અકસ્માતે ઢોળાયેલો ખોરાક સાફ કરતા સ્ટુડન્ટની નેટિઝન્સે કરી પ્રશંસા

08 December, 2022 11:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની આ ચેષ્ટાથી પ્રભાવિત લોકોએ છોકરાને ખરા અર્થમાં ‘સ્વચ્છ ભારત મિશનનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર’ ગણાવ્યો હતો

દિલ્હી મેટ્રોમાં અકસ્માતે ઢોળાયેલો ખોરાક સાફ કરતા સ્ટુડન્ટની નેટિઝન્સે કરી પ્રશંસા

દિલ્હી મેટ્રોમાં અકસ્માતે ઢોળાયેલો ખોરાક સાફ કરતા સ્ટુડન્ટની નેટિઝન્સે કરી પ્રશંસા


દિલ્હી મેટ્રોમાં થતી લડાઈઓ, દલીલબાજી અને સંદેહાસ્પદ કાર્યો મોટા ભાગે સોશ્યલ મીડિયામાં પોસ્ટ થતાં હોય છે પરંતુ તાજેતરમાં એક યુવાને કરેલું પ્રશંસનીય કાર્ય સોશ્યલ મીડિયાના લિન્ક્ડઇન પ્લૅટફૉર્મ પર વાઇરલ થયું છે.

કેટલાક દિવસ પહેલાં આશુ સિંહ નામના યુઝરે બે ફોટો શૅર કર્યા છે, જેમાં એક છોકરાએ પાણીની બૉટલ કાઢવાનો પ્રયાસ કરતાં તેનું ટિફિન મેટ્રોની ફર્શ પર ઢોળાઈ ગયું હતું. સ્વચ્છતાના આગ્રહી અને જાહેર પરિવહનમાં સ્વચ્છતાનું મહત્ત્વ સમજતા આ છોકરાએ તેની નોટબુકનાં પાનાં ફાડીને ટિફિનનો ઢોળાયેલો ખોરાક મેટ્રોની ફર્શ પરથી ઉઠાવી લીધો હતો. તથા ત્યાર બાદ પોતાના હાથરૂમાલથી લૂછીને મેટ્રોની ફર્શ પાછી પહેલાં જેવી સ્વચ્છ કરી દીધી હતી.



તેની આ ચેષ્ટાથી પ્રભાવિત થયેલા આશુ સિંહે એ છોકરાને ખરા અર્થમાં  ‘સ્વચ્છ ભારત મિશનનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર’ ગણાવ્યો હતો. નેટિઝન્સે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું છે કે જો લોકો આ જ પ્રકારે સ્વચ્છતાનો આગ્રહ સેવે તો દેશને કોઈ સ્વચ્છતા અભિયાનની આવશ્યકતા નહીં રહે. આ પોસ્ટને અત્યાર સુધીમાં ૬૧,૦૦૦ કરતાં વધુ લાઇક્સ અને ૪૨૦ કરતાં વધુ રિપોર્ટ્‍સ મળ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK