Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અજબ ગજબ : મધર્સ ડેએ ઇન્ડિગો પાઇલટનો મેસેજ વાઇરલ થયો

અજબ ગજબ : મધર્સ ડેએ ઇન્ડિગો પાઇલટનો મેસેજ વાઇરલ થયો

14 May, 2024 09:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિટનના દરિયાકાંઠે ક્લા​સિક વિન્ટેજ કારની અનોખી રેસ યોજાઈ , બે અમેરિકનની ૩૫૧.૫ મીટર ઊંચા બિલ્ડિંગ પરથી છલાંગ

વાઇરલ વિડિયોની તસવીર

અજબ ગજબ

વાઇરલ વિડિયોની તસવીર


બેટી બચાઓ, બેટી પઢાઓ, બેટી કો પાઇલટ બનાઓ :મધર્સ ડેએ ઇન્ડિગો પાઇલટનો મેસેજ વાઇરલ થયો
૧૨ મેએ મધર્સ ડે નિમિત્તે ઇન્ડિગોના એક ઍરક્રાફ્ટમાં મહિલા પાઇલટે ખાસ મેસેજ આપીને લોકોની પ્રશંસા મેળવી હતી. પાઇલટ સમીરા શમસુદ્દીને ફ્લાઇટમાં કરેલી અનાઉન્સમેન્ટ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ હતી. ફ્લાઇટમાં બેઠેલી દરેક માતાને હૅપી મધર્સ ડે વિશ કરીને મહિલાએ કહ્યું હતું, ‘નાનકડી સરપ્રાઇઝ સાથે તમારા માટે એક મહત્ત્વનો મેસેજ છે. આ મેસેજ વધુ લોકો સુધી પહોંચશે તો ભવિષ્યમાં આપણને ઘણા બધા પાઇલટ મળશે.’ આ અનાઉન્સમેન્ટ સાથે દરેક મમ્મીને ખાસ કાર્ડ આપવામાં આવ્યાં હતાં જેમાં લખ્યું હતું, ‘બેટી બચાઓ, બેટી પઢાઓ, બેટી કો પાઇલટ બનાઓ.’ 

બ્રિટનના દરિયાકાંઠે ક્લા​સિક વિન્ટેજ કારની અનોખી રેસ યોજાઈ

ઇંગ્લૅન્ડના પૂર્વ યૉર્કશરનું બીચટાઉન કહેવાતા બ્રિડલિંગ્ટનમાં વિન્ટેજ કારરેસનું જબરું આકર્ષણ જોવા મળ્યું હતું. શહેરના સાઉથ મરીન ડ્રાઇવ પર ૪ દિવસ સુધી યોજાયેલી ‘રેસ ધ વેવ્સ’ ઇવેન્ટમાં લોકોએ એકથી એક ક્લાસિક અને વિન્ટેજ વેહિકલનો શો માણ્યો હતો. યૉર્કશરમાં સેંકડો વર્ષોથી બીચ રેસિંગ અને સ્પીડ ટ્રેલનું આયોજન થાય છે. દરિયાકિનારે આવી રેસ જોઈને ઑટોમોબાઇલના શોખીનોને જલસો પડી જાય છે.

અહીં શિક્ષણ સલામત છે

રશિયાએ યુક્રેન સામે છેડેલા યુદ્ધને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હુમલા વચ્ચે પણ શિક્ષણ પ્રભાવિત ન થાય એ માટે યુક્રેનના ખાર્કીવમાં પહેલી કિલ્લાબંધ અન્ડરગ્રાઉન્ડ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. શિક્ષકો હવે બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.

સંપ ત્યાં જમ્પ : બે અમેરિકનની ૩૫૧.૫ મીટર ઊંચા બિલ્ડિંગ પરથી છલાંગ

શ્રીલંકાના કોલંબો શહેરમાં આવેલા ૩૫૧.૫ મીટર ઊંચા લોટસ ટાવર નામના બિલ્ડિંગ પરથી બે અમેરિકન સાહસવીરોએ છલાંગ મારી હતી. જોકે તેમનું આ સાહસ ટ્રૅજેડીમાં પરિણમ્યું હતું. સમયસર પૅરૅશૂટ ન ખૂલતાં એક અમેરિકનને ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બન્ને અમેરિકનો આવાં સાહસ કરવા માટે દુનિયાભરમાં ફરતા રહે છે.


ઇટલીમાં જન્મદર રેકૉર્ડ સ્તરે નીચો ગયો તો પોપ ફ્રાન્સિસે કહ્યું : લોકો પાસે ડૉગી કે બિલ્લીની નહીં, બાળકોની અછત છે
ઇટલીમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે અને જન્મદર ઘટી રહ્યો છે ત્યારે પોપ ફ્રાન્સિસે દેશના નાગરિકોને વધુ બાળકો પેદા કરવાની વિનંતી કરી છે. રોમમાં આયોજિત એક કૉન્ફરન્સમાં પોપે જણાવ્યું હતું કે ‘લોકોનાં ઘર વસ્તુઓથી ભરેલાં છે અને ઉદાસ બની ગયાં છે. તેમની પાસે ડૉગી અને બિલ્લીની અછત નથી, પણ બાળકોનો અભાવ છે.’ યુરોપમાં, ખાસ કરીને ઇટલીમાં પ્રજનનદર છેલ્લાં ઘણાં વર્ષોથી ઘટી રહ્યો છે. ઇટલીમાં સતત ૧૫મા વર્ષે જન્મદરમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષે ૩,૭૯,૦૦૦ બાળકોના જન્મ સાથે આ આંકડો રેકૉર્ડ સ્તરે ઘટ્યો છે. 

 


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2024 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK