જોકે કેટલાક યુઝર્સે નવજાતની ચિંતા વ્યક્ત કરતાં એવી ટિપ્પણી કરી હતી કે ‘આ આરોગ્યપ્રદ નથી.
૩૮ વર્ષની જોઝી કૉર્નેલિયસ
એક મહિલાને દરિયા સાથે એટલો લગાવ છે કે તેણે કોઈ જ મેડિકલ મદદ વગર સ્વિમિંગ કરતી વખતે રાતે બે વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો. ૩૮ વર્ષની જોઝી કૉર્નેલિયસે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી છે જેમાં તે નવજાત પર વહાલ વરસાવી રહી છે. હવે પાંચ બાળકોની મમ્મી બની ગયેલી જોઝીનું આ બીજું ‘ઓશન બેબી’ છે. તેણે ૨૦૨૨માં પૅસિફિક મહાસાગરમાં એક દીકરાને જન્મ આપ્યો હતો અને તે જન્મ્યો એના પાંચ જ દિવસમાં જોઝીએ નક્કી કરી લીધું કે હવેનું બાળક કૅરિબિયન સીમાં જનમશે. તે ડિલિવરીની ડ્યુ-ડેટના બે મહિના પહેલાં કૅરિબિયન ટાપુ પર આવી ગઈ હતી. આ ટાપુ પર બાળકના ફ્રી બર્થનો પ્લાન બનાવ્યો હતો. લેબર પેઇન શરૂ થતાં જ તે રાતે દરિયામાં જઈને ઊભી રહી ગઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો.
મહિલાનું કહેવું છે કે કૅરિબિયન સમુદ્ર જુદી જ ભાષા બોલે છે અને એનાં મોજાં બહુ સૌમ્ય છે. જોકે કેટલાક યુઝર્સે નવજાતની ચિંતા વ્યક્ત કરતાં એવી ટિપ્પણી કરી હતી કે ‘આ આરોગ્યપ્રદ નથી. દરિયામાં બહુ બૅક્ટેરિયા હોય છે. બિચારું બાળક, હૂંફાળા ગર્ભમાંથી સીધા ઠંડા દરિયામાં આવી ગયું.’

