અમેરિકાના ઇદાહો રાજ્યમાં રહેતા ડેવિડ રશ નામના વ્યક્તિના નામ પર એક-બે નહીં, ૨૫૦ રેકૉર્ડ બોલે છે. તાજેતરમાં તેણે પોતાના નામે વધુ એક રેકૉર્ડ ઉમેરવાનો પ્રયાસ કર્યો હતો
નવા-નવા રેકૉર્ડ બનાવવાની ધૂન
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવવાનું કોને ન ગમે? જોકે એ કાંઈ સહેલી વાત નથી. એ માટે વર્ષો સુધી મહેનત કરવી પડે છે. અમેરિકાના ઇદાહો રાજ્યમાં રહેતા ડેવિડ રશ નામના વ્યક્તિના નામ પર એક-બે નહીં, ૨૫૦ રેકૉર્ડ બોલે છે. તાજેતરમાં તેણે પોતાના નામે વધુ એક રેકૉર્ડ ઉમેરવાનો પ્રયાસ કર્યો હતો. તે ૮૦ પાઉન્ડ (૩૬.૨૮ કિલો) વજનનું ડમ્બેલ પોતાના એક હાથમાંથી બીજા હાથમાં ૨૧ સેકન્ડમાં ૧૦૦ વખત લઈ ગયો. એના આ પ્રયાસને રેકૉર્ડ માટે સબમિટ કરાયો છે. વર્તમાન રેકૉર્ડ ૩૨.૬૬ સેકન્ડનો છે, જે ૨૦૧૯માં ઇટલીના સિલ્વિયો સબાએ બનાવ્યો હતો. ડેવિડ રશના નામે અગાઉ ૨૦ પાઉન્ડ (૯.૦૭ કિલો), ૪૦ પાઉન્ડ (૧૮.૧૪ કિલો) અને ૬૦ પાઉન્ડ (૨૭.૨૧ કિલો)ના રેકૉર્ડ છે.


