દિવસમાં સેંકડો વખત ફોન અને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તેણે 100 વાર ફોન કર્યા બાદ મેસેજ કર્યો હતો, જ્યારે કોઈ જવાબ ન આવ્યો તો તેણે ઘરમાં હંગામો મચાવવાનું શરૂ કર્યું
પ્રતીકાત્મક તસવીર. તસવીર/પિક્સાબે
ચીનમાં એક 18 વર્ષની છોકરીને `લવ બ્રેઈન` (Love Brain) નામની અજબ-ગજબ બીમારી થઈ હોવાનું નિદાન થયું છે. પછી તેણીને ખબર પડી કે પ્રેમી પ્રત્યેનો તેનો પ્રેમ અને જુસ્સો તેના પર એટલી હદે હાવી થઈ ગયો હતો કે તેણીએ તેના પ્રેમીને ફક્ત એક કે બે વાર નહીં, પરંતુ દિવસમાં સેંકડો વખત ફોન અને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તેણે 100 વાર ફોન કર્યા બાદ મેસેજ કર્યો હતો, જ્યારે કોઈ જવાબ ન આવ્યો તો તેણે ઘરમાં હંગામો મચાવવાનું શરૂ કર્યું. તે બાલ્કનીમાંથી કૂદી જવાની ધમકી આપવા લાગી. પ્રેમીએ પોલીસને બોલાવવી પડી. મેડિકલ તપાસ બાદ જાણવા મળ્યું કે, યુવતી બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડર (Love Brain)થી પીડિત હતી, જેને સામાન્ય રીતે લવ બ્રેઈન કહેવામાં આવે છે. જાણો શું છે આ રોગ અને કેવી રીતે થાય છે?



