લોકો પોતાની જિંદગી સંતુલિત નથી કરી શકતા ત્યારે આ માણસ હજારો કિલોમીટરની યાત્રા એક વ્હીલવાળી સાઇકલ પર સંતુલિત કરી રહ્યો છે
સાઇકલસવાર માટે એ ડાબા હાથનો ખેલ થઈ ગયો છે
સોશ્યલ મીડિયામાં એક યુવાનનો વિડિયો વાઇરલ થયો છે જેમાં તેણે કેરલમથી પ્રવાસની શરૂઆત કરી છે. આ પ્રવાસ સાઇકલ પર કરવાનો છે અને સાઇકલ પણ કંઈ સાદી નથી. આ યુનિસાઇકલ છે એટલે કે એક જ પૈડા પર ચાલતી સાઇકલ છે. એની આગળનું પૈડું ખૂબ જ નાનું છે અને માત્ર ઊભેલી સાઇકલને બૅલૅન્સમાં રાખવાનું કામ કરે છે. બાકી સાઇકલનું એ પૈડું ઊંચું કરીને પાછળના વ્હીલ પર જ આખી સાઇકલ ચાલે છે. સાઇકલસવાર માટે એ ડાબા હાથનો ખેલ થઈ ગયો છે, પરંતુ એમ કરવું અઘરું છે. વળી આ જ સાઇકલ પર તેણે પોતાની સાથે રાખવાનો સામાન પણ બાંધેલો છે. એક પૈડાવાળી સાઇકલ પર લાંબી સફર કરવાનું મુશ્કેલ છે. ખાસ કરીને ટ્રાફિકવાળા રસ્તાઓ અને હાઇવે પર. એમ છતાં આ ભાઈ પોતાની સફર એન્જૉય કરતા હોય એવું દેખાય છે. લોકો પોતાની જિંદગી સંતુલિત નથી કરી શકતા ત્યારે આ માણસ હજારો કિલોમીટરની યાત્રા એક વ્હીલવાળી સાઇકલ પર સંતુલિત કરી રહ્યો છે.
