એના કારણે તેનો જમણો હાથ કામ કરતો નથી. ડાબા હાથની મદદથી તે મોટરથી ચાલતી વ્હીલચૅર ઑપરેટ કરે છે.
કેરલાની સારિકા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની એક્ઝામનાં ફાઇનલ રિઝલ્ટ જાહેર થયા બાદ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ પરીક્ષા પાસ કરનાર ટૅલન્ટેડ યુવાનોની સ્ટોરી સામે આવી રહી છે. આવી જ એક યુવતી કેરલાની સારિકા છે. તેણે UPSCમાં ૯૨૨મો રૅન્ક મેળવ્યો છે. સારિકાએ આ પરીક્ષા બીજા જ પ્રયત્ને પાસ કરી છે. તેની સફળતા એટલા માટે મહત્ત્વની છે કે તે સેરિબ્રલ પૉલ્ઝી એટલે કે મગજના લકવાથી પીડિત છે. એના કારણે તેનો જમણો હાથ કામ કરતો નથી. ડાબા હાથની મદદથી તે મોટરથી ચાલતી વ્હીલચૅર ઑપરેટ કરે છે. સારિકાએ કહ્યું હતું કે તેણે સ્નાતક થયા પછી સિવિલ સર્વિસિસમાં જવાનું નક્કી કરી લીધું હતું. જોકે શારીરિક મર્યાદાને કારણે તેના માટે સફળતાનો માર્ગ સરળ નહોતો. જોકે મિત્રો, પરિવારજનોની મદદથી તે સફળ થઈ શકી હતી. સારિકા જાણીતી ઉક્તિ ટાંકતાં કહે છે કે જ્યારે તમે ખરેખર કંઈક કરવા ઇચ્છો છો ત્યારે આખું બ્રહ્માંડ તમને મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે.

