અલ્ટ્રા ડિટેઇલ્ડ કેક-આઇસિંગ આર્ટવર્કને તૈયાર કરવા ઘણો સમય અને અથાક મહેનતની જરૂર છે

કાર્ટૂન પાત્રોથી પ્રેરિત કેક-આઇસિંગ આર્ટવર્ક
જૅપનીઝ ફૂડ આર્ટિસ્ટ ઇઝુમી લોકપ્રિય કૉમિક્સ મંગા અને કાર્ટૂન પાત્રોથી પ્રેરિત કેક-આઇસિંગ આર્ટવર્કમાં નિષ્ણાત છે. અલ્ટ્રા ડિટેઇલ્ડ કેક-આઇસિંગ આર્ટવર્કને તૈયાર કરવા ઘણો સમય અને અથાક મહેનતની જરૂર છે. જે પાત્રનું કેક-આઇસિંગ કરવાનું હોય એનો શેપ કેકને આપવાથી શરૂઆત કરી એના પર ખાંડની પેસ્ટના ટુકડા ગોઠવી દેવાના. ત્યાર બાદ વિવિધ પ્રકારના સુશોભનનાં સાધનોનો ઉપયોગ કરીને મોલ્ડ, શિલ્પ અને કોતરણી કરવામાં આવે છે. ખાંડની પેસ્ટનું બેઝ લેયર બનાવ્યા પછી વાળની સેર, હાથ અથવા ફૂલો જેવાં વધારાનાં 3D તત્ત્વો ઉમેરતાં પહેલાં આંખો, ભમર, મોઢા જેવી આર્ટવર્કની નાની વિગતો કાળજીપૂર્વક પેઇન્ટ કરવામાં આવે છે. દરેક નાની વિગતો હાથ વડે કરવામાં આવે છે. ઇઝુમીના મતે આંખો સૌથી મુશ્કેલ ભાગ છે.