જો બાળકોની વાત આવે તો તેઓ કૃત્રિમ રીતે પેરન્ટ્સ બનવાનો વિકલ્પ પસંદ કરે છે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
જપાનમાં પરંપરાગત લગ્નને ટક્કર આપતો સાવ નવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જૅપનીઝ કપલમાં ફ્રેન્ડશિપ મૅરેજ બહુ લોકપ્રિય બન્યાં છે જે માત્ર ને માત્ર પ્લેટૉનિક હોય છે. જો બે વ્યક્તિ મિત્રો હોય અને તેઓ સમાન ઇન્ટરેસ્ટ ધરાવતાં હોય તો તેઓ લગ્ન કરી લે છે અને એમાં રોમૅન્સ કે સેક્સને સ્થાન નથી હોતું. કેટલાંક કપલ તો સાથે રહેવાને બદલે જુદાં રહે છે અને અન્ય પાર્ટનર સાથે સંબંધ પણ રાખે છે. જુદા-જુદા સેક્સ્યુઅલ ઓરિયેન્ટેશન ધરાવતા લોકો ફ્રેન્ડશિપ મૅરેજ કરી રહ્યાં છે અને ખાસ કરીને એસેક્યુઅલ લોકો આ ટ્રેન્ડને ઝડપથી અપનાવી રહ્યા છે. જો બાળકોની વાત આવે તો તેઓ કૃત્રિમ રીતે પેરન્ટ્સ બનવાનો વિકલ્પ પસંદ કરે છે.