જમૈકન વ્યક્તિએ તેના લાંબા વાળને શો-ઑફ કરતાં ડિઝનીના કૅરૅક્ટર રાપુન્ઝલને પણ શરમાવે એમ છે
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
જમૈકન વ્યક્તિએ તેના લાંબા વાળને શો-ઑફ કરતાં ડિઝનીના કૅરૅક્ટર રાપુન્ઝલને પણ શરમાવે એમ છે, જે તેણે ૪૦ વર્ષ સુધી વધાર્યા છે. સોમવારે ‘જમૈકનવાઇરલઑફિશ્યલ’ નામના ઇન્સ્ટાગ્રામ-પેજ પર શૅર કરેલા આ વિડિયોમાં એક વ્યક્તિ બિલ્ડિંગ પર ઊભો રહીને તેના કલર કરેલા લાંબા વાળ બતાવી રહ્યો હતો. આ દાઢીવાળી વ્યક્તિએ એક ટી-શર્ટ, શૉર્ટ અને બૂટ પહેર્યાં છે. સાથે જ તેના ખભા પર પિન્ક ટૉવેલ લપેટ્યો છે. એ જાણી શકાયું નથી કે એ વ્યક્તિ શા માટે ધાબા પર ચડ્યો હતો, પણ ચોક્કસ તે તેના લાંબા વાળને માપવા માટે ચડ્યો હોય એવું લાગી રહ્યું છે. તે તેના વાળને તેની આંગળીઓ વડે જ ઓળી રહ્યો હતો અને એના વાળને ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક વ્યક્તિ જે આ વિડિયો ઉતારી રહ્યો હતો તે તેને પૂછે છે કે ‘શું તું વાળની ગૂંચ કાઢી રહ્યો છે?’ જેનો અડધો ભાગ બિલ્ડિંગ પર નીચે ટિંગાઈ રહ્યો હતો. ત્યારે તે જણાવે છે કે ‘હું ૪૦ વર્ષથી આ વાળ વધારી રહ્યો છું.’ આ વિડિયો ઘણો વધારે વખત જોવાયો છે, જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે એના પર પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે રિયલ લાઇફ રાપુન્ઝલ... જ્યારે અન્ય એક જણે કહ્યું કે તેણે વર્લ્ડ રેકૉર્ડમાં સૌથી લાંબા વાળ માટે નામ નોંધાવવું જોઈએ.