૫૦ વર્ષના અકીલ ફખર અલ-દીનને ગયા ગુરુવારે તેના પાળેલા સિંહે જ મારી નાખ્યો હતો અને તેનું થોડુંક માંસ ખાઈ લીધું હતું
માલિકને મારી નાખ્યા પછી સિંહને પણ ઠાર કરવામાં આવ્યો હતો
ઇરાકમાં ઘણા શ્રીમંતો જંગલી જાનવરોને પાળવાનો શોખ ધરાવે છે, પણ ૫૦ વર્ષના અકીલ ફખર અલ-દીનને ગયા ગુરુવારે તેના પાળેલા સિંહે જ મારી નાખ્યો હતો અને તેનું થોડુંક માંસ ખાઈ લીધું હતું.
અલ-દીનને વિદેશી પ્રાણીઓને પાળવાનો શોખ હતો. તેના ગાર્ડનમાં વિવિધ જાતનાં જંગલી પશુઓને પાળવામાં આવતાં હતાં. આ સિંહને પણ અલ-દીન એક મહિનાથી તેના અલ હસિનાત વિસ્તારમાં આવેલા બગીચામાં ઉછેરતો હતો. તે સિંહના પાંજરામાં ગયો ત્યારે સિંહે અલ-દીન પર હુમલો કર્યો હતો, જેનાથી તેના ગળા અને છાતીમાં જીવલેણ ઈજાઓ થઈ હતી. પછી સિંહ અલ-દીનના શરીરનો થોડોક ભાગ ખાઈ ગયો હતો.
ADVERTISEMENT
આ ઘટના નજરે જોયા બાદ પરિવારે મદદ માટે ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને સિંહ પર ગોળી છોડતાં તે મરી ગયો હતો.

