સ્થાનિક પોલીસ પણ મને મદદ કરતી નથી. સુરક્ષા હેતુથી મેં હેલ્મેટમાં હાઈ-ટેક કૅમેરા લગાવ્યો છે જે દરેક પળનું રેકૉર્ડિંગ કરે છે. એથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો એમાં રેકૉર્ડ થઈ જાય
પાડોશીઓથી જીવ બચાવવા આ ઇન્દોરીએ હેલ્મેટમાં ફિટ કર્યો કૅમેરા
સામાન્ય રીતે લોકો માર્ગ-અકસ્માતોથી બચવા માટે હેલ્મેટ પહેરે છે, પણ ઇન્દોરના રાજુએ પાડોશીઓથી બચવા માટે હેલ્મેટ પર કૅમેરા લગાવ્યો છે. હેલ્મેટ પર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવા વિશે રાજુ કહે છે, ‘મને મારા પાડોશીઓ તરફથી જીવનો ખતરો છે. પાડોશીઓ બળજબરીથી મારું ઘર હડપ કરવા માગે છે, મને ઘણી વખત ઘરમાં ઘૂસીને માર મારવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ પણ મને મદદ કરતી નથી. સુરક્ષા હેતુથી મેં હેલ્મેટમાં હાઈ-ટેક કૅમેરા લગાવ્યો છે જે દરેક પળનું રેકૉર્ડિંગ કરે છે. એથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો એમાં રેકૉર્ડ થઈ જાય.’

