Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભીખ માગવાનો કસદાર ધંધો : ૪૫ દિવસમાં અઢી લાખની આવક

ભીખ માગવાનો કસદાર ધંધો : ૪૫ દિવસમાં અઢી લાખની આવક

Published : 12 February, 2024 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્દોરમાં ૭૦૦૦થી વધુ ભિક્ષુકો છે અને તેઓ શહેરની ૯૮.૭ ટકા વસ્તી કરતાં વધુ કમાણી કરે છે.

પ્રતીકાત્મક તસવીર

Offbeat

પ્રતીકાત્મક તસવીર


ભીખ માગવાનો ધંધો એકદમ કસદાર છે એમ કહો તો કોઈ વાત નહીં માને, પરંતુ ઇન્દોરમાં એક મહિલાએ ૪૫ દિવસમાં અઢી લાખ રૂપિયાની આવક કરી છે એ હકીકત છે. ઇન્દોરમાં ભવરસલા સ્ક્વેર–લવકુશ સ્ક્વેર ખાતે અધિકારીઓએ એક મહિલાને ઝડપી લીધી હતી અને તેણે ભીખ માગીને ૪૫ દિવસમાં અઢી લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો એકરાર કર્યો હતો. મધ્ય ભારતમાં સૌથી મોટો અને એકદમ આસાન બિઝનેસ ભીખ માગવાનો છે. ઇન્દોરમાં ૭૦૦૦થી વધુ ભિક્ષુકો છે અને તેઓ શહેરની ૯૮.૭ ટકા વસ્તી કરતાં વધુ કમાણી કરે છે. ૪૫ દિવસની સરેરાશ આવક અઢી લાખ રૂપિયા ગણીએ તો વર્ષના ૨૦.૨૭ લાખ રૂપિયા થાય. વેકેશન અથવા તો કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય ત્યારે દેખીતી રીતે જ આ આવકમાં વધારો થાય.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK