ડૉક્ટર મલ્ટિમીડિયા નામની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અજય ઠાકોર ઉર્ફે એસ. રૉજર્સે સોશ્યલ મીડિયામાં તરખાટ મચાવ્યો છે.
‘બોન ટ્રન્ક’ નામની ૧૪ લાખ રૂપિયાની સૂટકેસ ખરીદી
ડૉક્ટર મલ્ટિમીડિયા નામની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અજય ઠાકોર ઉર્ફે એસ. રૉજર્સે સોશ્યલ મીડિયામાં તરખાટ મચાવ્યો છે. કૅલિફૉર્નિયાના સૅન ડીએગોમાં વસતા ભારતીય મૂળના આ બિઝનેસમૅને પોતાના પાળેલા કૂતરા માટે લુઈ વિત્તોં બ્રૅન્ડની ‘બોન ટ્રન્ક’ નામની ૧૪ લાખ રૂપિયાની સૂટકેસ ખરીદી છે. પોતે આ સૂટકેસ ખરીદવા શોરૂમમાં જાય છે એનો વિડિયો અજય ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે. હાડકાના આકારની આ સૂટકેસમાં બે બાઉલ છે અને વાર્નિશ કરેલી લાકડાની ટ્રે છે. લાખો લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે અને જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ ગરીબી, પશુક્રૂરતા અને વૈભવી ખર્ચ વિશે નારાજગી દર્શાવી છે તો કેટલાકે આશ્રિત શ્વાનો માટે ૧૪ લાખ રૂપિયામાં કેટલુંબધું કરી શકાય એવું કહ્યું છે. અજય ઠાકોરની ડૉક્ટર મલ્ટિમીડિયા કંપની વિશ્વમાં પથરાયેલા હેલ્થકૅર પ્રોફેશનલ્સ માટે વેબસાઇટ અને ઑનલાઇન માર્કેટિંગની સુવિધા પૂરી પાડે છે.


