કોઈ પણ ચીજની આસપાસમાં એવી-એવી ચીજો ડ્રૉ કરી લે છે કે એકદમ અલગ જ પ્રકારનું પેઇન્ટિંગ તૈયાર થયું હોય એવો ભાસ થાય છે.
આર્ટિસ્ટિક ઇલસ્ટ્રેશન
ફ્રેન્ચ ઇલસ્ટ્રેટર રોમેન જૉલી તેમની સામે પડેલી કોઈ પણ ચીજની આસપાસમાં એવી-એવી ચીજો ડ્રૉ કરી લે છે કે એકદમ અલગ જ પ્રકારનું પેઇન્ટિંગ તૈયાર થયું હોય એવો ભાસ થાય છે.
વપરાયેલી બ્રેડનો ટુકડો પડ્યો હોય એમાંથી ડોનલ્ડ ટ્રમ્પનો ચહેરો બનાવવો કે પછી હવા ખાવાના પંખાની આસપાસ સુંદર કન્યા દોરીને પંખાને મજાનું સ્કર્ટ બનાવી દેવાનું. રોમેનની ક્રીએટિવિટીને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે, પણ તેઓ કોઈ પણ નકામા કે કામના ઑબ્જેક્ટની ફરતે ઓછામાં ઓછા લીટા સાથે સિમ્પલ અને ફની ચિત્રણો તૈયાર કરી નાખવા માટે જાણીતા છે. રોમેનને અલ્ટ્રા-મિનિમલિસ્ટ આર્ટિસ્ટનું બિરુદ મળ્યું છે. તેઓ સેફ્ટી પિન, સડેલાં ફળ, રૂનો ડૂચો, શરીર સાફ કરવાનો લુફા, દીવાસળી કે તમે કલ્પી પણ ન શકો એવી કોઈ પણ ચીજને આર્ટિસ્ટિક ઇલસ્ટ્રેશનમાં કન્વર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.


