ડિલિવરીનું ઑપરેશન કરનારા ડૉક્ટર પ્રવીણ કુમારે કહ્યું કે ‘બાવીસ વર્ષનાં રૂબીદેવીનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું ત્યારે એમાં ૩ બાળક હોવાની ખબર પડી હતી.
બિહારના સીતામઢી જિલ્લામાં મહિલાએ એકસાથે ૪ સંતાનને જન્મ આપ્યો
બિહારના સીતામઢી જિલ્લામાં મહિલાએ એકસાથે ૪ સંતાનને જન્મ આપ્યો છે. ડૉક્ટરો તો આ ઘટનાને ચમત્કાર ગણે છે. ડિલિવરીનું ઑપરેશન કરનારા ડૉક્ટર પ્રવીણ કુમારે કહ્યું કે ‘બાવીસ વર્ષનાં રૂબીદેવીનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું ત્યારે એમાં ૩ બાળક હોવાની ખબર પડી હતી, પણ ઑપરેશન કર્યું ત્યારે ચોથું બાળક પણ છે એવી ખબર પડી હતી. નવમા નોરતે ઑપરેશન કરવામાં આવ્યું હતું અને ચારેય બાળકનો જન્મ થયો હતો. ચારમાંથી એક દીકરી છે અને બાકીના ત્રણ દીકરા છે. માતા અને દોઢથી બે કિલો વજનનાં ચારેય સંતાનની તબિયત સારી છે.’



