ડિલિવરી એજન્ટ્સે ફૂડ ડિલિવરી કરવા માટે ટ્રાફિકની વચ્ચે ગ્રાહકનું લાઇવ લોકેશન ટ્રૅક કર્યું હતું.
ભારે ટ્રાફિક જૅમ વચ્ચે ફૂડની ડિલિવરી
બૅન્ગલોરમાં બુધવારની સાંજે ટ્રાફિકમાં અટવાઈ ગયેલા લોકોની પોસ્ટથી સોશ્યલ મીડિયા એક બાજુ છલકાઈ ગયું હતું ત્યારે બીજી બાજુ એક પીત્ઝા રેસ્ટોરાં ચેઇનના બે ડિલિવરી એક્ઝિક્યુટિવ્સે આ ટ્રાફિક જૅમમાં અટવાયેલા મુસાફરોને તેમની કારમાં જ ફૂડની ડિલિવરી કરી હતી.ડિલિવરી એજન્ટ્સે ફૂડ ડિલિવરી કરવા માટે ટ્રાફિકની વચ્ચે ગ્રાહકનું લાઇવ લોકેશન ટ્રૅક કર્યું હતું. એક્સના (અગાઉનું ટ્વિટર) યુઝર રિશી વત્સે એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં આ પીત્ઝા રેસ્ટોરાં ચેઇનના એજન્ટ્સ ભારે ટ્રાફિક જૅમ વચ્ચે તેમનાં ટૂ-વ્હીલર લઈ ગયા હતા અને રિશી વત્સની કારની આગળ ટૂ-વ્હીલર ઊભું રાખ્યા બાદ કાર સુધી ચાલીને ગયા હતા અને ફૂડનાં બે બૉક્સ કારમાં કસ્ટમરને આપ્યાં હતાં. રિશી વત્સે એક્સ પર લખ્યું હતું કે તેઓ અમને ફૂડ પહોંચાડવા માટે પૂરતા કટિબદ્ધ હતા.


