Picnic in Mexico: પિકનિક પાર્ટીમાં ત્યારે ટ્વિસ્ટ આવી ગયો જ્યારે એક ભૂખ્યું રીંછ વગર બોલાવ્યે પાર્ટીમાં સામેલ થઈ ગયો. રીંછ ડર્યા વગર પિકનિક ટેબલ પર ચડી ગયો.
રીંછની પ્રતીકાત્મક તસવીર
Picnic in Mexico: પિકનિક પાર્ટીમાં ત્યારે ટ્વિસ્ટ આવી ગયો જ્યારે એક ભૂખ્યું રીંછ વગર બોલાવ્યે પાર્ટીમાં સામેલ થઈ ગયો. રીંછ ડર્યા વગર પિકનિક ટેબલ પર ચડી ગયો.
મેક્સિકો (Mexico)ના ચિપિન્કે ઈકોલૉજિકલ પાર્કમાં એક પિકનિક પાર્ટીમાં ત્યારે ટ્વિસ્ટ આવ્યો જ્યારે એક ભૂખ્યું કાળું રીંછ બોલાવ્યા વગર પાર્ટીમાં સામેલ થયું. રીંછ ડર્યા વગર પિકનિક કરવા આવેલા પરિવારના ડાઈનિંગ ડેબલ પર ચડ્યું અને એનચિલાડસ અને ટેકોસનો આનંદ માણવા માંડ્યો, જેથી પિકનિક ઊજવવા આવેલા લોકો ગભરાઈ ગયા અને ડરને માર્યે ચૂપચાપ ત્યાં બેઠાં બેઠાં રીંછનું ભોજન નિહાળી રહ્યા.
ADVERTISEMENT
Picnic in Mexico: આ વીડિયોમાં જોઈ શકાય છે કે રીંછનું માથું મહિલાની ખૂબ જ નજીક છે જે તેના બાળકને બચાવવા માટે મથી રહી છે. પોતાની ભૂખ છીપાવ્યા બાદ, રીંછ ટેબલ પરથી નીચે ઉતર્યા બાદ બિન્દાસ પિકનિક ટેબલ પર લટાર મારવા નીકળ્યો હોય એમ ચાલ્યો.
વાયરલ વીડિયોએ ઝડપથી ઑનલાઈન લોકપ્રિયતા હાંસલ કરી, ટિકટૉક પર 10 મિલિયનથી વધારે વાર જોવામાં આવી ચૂક્યો છે, કારણકે દર્શકો આ જંગલી આગંતુક સાથે કોઈપણ પ્રકારની મારપીટ ન થાય તે માટે ગભરાયેલા હતા.
A family was stunned when an intruding bear hopped onto their table to devour their food. The eldest daughter captured the scene as the bear continued munching away in Parque Ecológico Chipinque in San Pedro, Mexico ??. The mother, as seen in the video, remained calm, shielding… pic.twitter.com/o47OkJQsNr
— Voyage Feelings (@VoyageFeelings) September 27, 2023
બીબીસીના અહેવાલ મુજબ, ચિપિન્કે ઇકોલોજિકલ પાર્કે મોન્ટેરી મેટ્રોપોલિટન વિસ્તારમાં કાળા રીંછ સામે થતી અથડામણમાં વધારો કરવા અંગે ચેતવણી જારી કરી છે, જે મનુષ્ય અને રીંછ બંને માટે સંભવિત જોખમો પર પ્રકાશ પાડે છે. પાર્કે મુલાકાતીઓ માટે ભલામણો પણ શેર કરી છે, ભારપૂર્વક જણાવ્યું છે કે ફોટોગ્રાફ્સ માટે આ પ્રાણીઓની ખૂબ નજીક જવું અયોગ્ય છે.
આ ઘટના પહેલીવાર નથી જ્યારે પાર્કમાં આ પ્રકારની અથડામણ જોવા મળી છે, 2020માં એક એવો જ વીડિયો વાયરલ થયો હતો, જ્યારે એક કાળું રીંછ ઉત્સુકતાથી એક આગંતુક નજીક આવ્યો, જેનાથી પર્યવેક્ષકો ચોંકી ગયા હતા અને આ જંગલી અથડામણો વિશે સતર્ક થઈ ગયા.
મેક્સિકોની ઘટના
Picnic in Mexico: આ ઘટના મેક્સિકોના ચિપિન્કે ઇકોલૉજિકલ પાર્કમાં થઈ. ઘુસણખોર રીંછ લોકોથી થોડાંક જ ઈન્ચના અંતરે તેમના ટેબલ પર ચડી ગયો. આ પરિવાર ત્યાં પિકનિક ઉજવવા આવ્યો હતો, જે આ ઘટનાને કારણે શૉકમાં આવી ગયો છે. આખી ઘટના સૌથી મોટી દીકરીએ કેમેરામાં રેકૉર્ડ કરી. સોશિયલ મીડિયા પર આ મહિલાના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. તેમણે ખૂબ સાવચેતી પૂર્વક સ્થિતિને હેન્ડલ કરી. જરાક ભૂલ થતાં કોઈપણ ઘટના મોટી થઈ શકતી હતી, પણ આ મહિલાએ જંગલી રીંછને ઉશ્કેર્યા વગર ચૂપચાપ ખાવા દીધું.
બધું ભોજન ખાઈ લીધા બાદ રીંછ ત્યાંથી ચાલ્યો ગયો. ડઘાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર આને 1,600થી વધારે વાર જોવામાં આવ્યો અને ટિકટૉક પર 10 મિલિયનથી વધારે વાર લોકોએ આને જોયો. ફક્ત આ પરિવાર જ નહીં, પણ સોશિયલ મીડિયા યૂઝર્સ પણ આ વીડિયો જોઈને ગભરાઈ ગયા છે.


