સોસાયટીના દરેક ઘરના ગ્રાઉન્ડ અને અપર ફ્લોર પર પિન્ક બલૂન લગાવવામાં આવ્યા હતા.
Offbeat
હાઉસિંગ સોસાયટી
એક હાઉસિંગ સોસાયટીએ ‘દીકરી વ્હાલનો દરિયો’ ઉક્તિને સાર્થક કરતાં બેબીગર્લના જન્મને અનોખી રીતે સેલિબ્રેટ કર્યો હતો. આખી સોસાયટીને પિન્ક બલૂન્સથી શણગારી હતી. દીકરીના જન્મની ખુશીમાં પિન્ક બલૂનથી રંગાયેલી સોસાયટીનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. સોસાયટીના દરેક ઘરના ગ્રાઉન્ડ અને અપર ફ્લોર પર પિન્ક બલૂન લગાવવામાં આવ્યા હતા. આ સુંદર દૃશ્ય જોઈને યુઝર્સ પોતાને કમેન્ટ કરવાથી રોકી શક્યા નહોતા. આ પ્રકારની ફૅમિલી જોઈને બહુ ખુશી થાય છે. દીકરા-દીકરીમાં સમાનતાનો આ સરસ પ્રયાસ છે.