વેડિંગની સીઝન આવી રહી છે ત્યારે જો તમારાં લગ્ન ‘ફેવિકૉલ કા મજબૂત જોડ’ની જેમ મજબૂત રહે એવું ઇચ્છતા હો તો વેડિંગ અલાર્મ જેવા આ અભ્યાસની વિચિત્ર વાતો જાણી લેવા જેવી છે.
પ્રતીકાત્મક તસવીર
આવું અમે નહીં અમેરિકાના હ્યુગો મિલોન અને ઍન્ડ્રુ ફ્રાન્સિસ-ટેન નામના ઇકૉનૉમિક્સના બે પ્ર્રોફેસરોએ કરેલો અભ્યાસ કહે છે. વેડિંગની સીઝન આવી રહી છે ત્યારે જો તમારાં લગ્ન ‘ફેવિકૉલ કા મજબૂત જોડ’ની જેમ મજબૂત રહે એવું ઇચ્છતા હો તો વેડિંગ અલાર્મ જેવા આ અભ્યાસની વિચિત્ર વાતો જાણી લેવા જેવી છે. બન્ને ઇકૉનૉમિસ્ટોએ ૩૦૦૦ કપલ્સનાં લગ્નજીવન અને તેમણે લગ્નના વિવિધ તબક્કા દરમ્યાન કરેલા ખર્ચનો અભ્યાસ કરીને આ તારવ્યું છે. અભ્યાસનાં તારણો કહે છે કે જે યુગલો લગ્નના ખર્ચની બાબતમાં પ્રૅક્ટિકલ હોય છે તેમના સંબંધો લાંબા ગાળે સારા અને મજબૂત રહે છે, પણ જે લોકો એક દિવસ માણી લેવા માટે ઑલઆઉટ જઈને પ્રી-વેડિંગ ઇવેન્ટ્સ, એક્સપેન્સિવ એન્ગેજમેન્ટ રિંગ અને વેડિંગ સેરેમની માટે વધુપડતો ખર્ચ કરે છે તેમનાં લગ્નો લાંબું ન ચાલે એવી સંભાવના વધુ રહે છે. લગ્નનો ખર્ચ ઘણી વાર એટલોબધો વધી જાય છે કે એમાં બચત તો વપરાઈ જાય, પણ ઉપરથી દેવું પણ વધી જાય ત્યારે એની અસર સંબંધો પર પડી શકે છે.


