અમેરિકામાં નૅશનલ એગ ક્રાઇસિસ ફેલાઈ ગઈ છે. દેશભરમાં ફેલાયેલા બર્ડ ફ્લુના ખતરાને કારણે લાખો મરઘીઓની કતલ કરવામાં આવી છે એટલે ઈંડાંની અછત છે અને એને કારણે ઈંડાંના ભાવ આકાશને આંબી રહ્યા છે.
એક લાખ ઈંડાંની ચોરી
અમેરિકામાં નૅશનલ એગ ક્રાઇસિસ ફેલાઈ ગઈ છે. દેશભરમાં ફેલાયેલા બર્ડ ફ્લુના ખતરાને કારણે લાખો મરઘીઓની કતલ કરવામાં આવી છે એટલે ઈંડાંની અછત છે અને એને કારણે ઈંડાંના ભાવ આકાશને આંબી રહ્યા છે. સરકારી આંકડા પ્રમાણે ગયા વર્ષ કરતાં ઈંડાંની કિંમત ૬૫ ટકા વધી ગઈ છે અને હજી ૨૦૨૫ દરમ્યાન એમાં ૨૦ ટકા વધારો થવાની શક્યતા છે. આ પરિસ્થિતિ વચ્ચે સાઉથ-સેન્ટ્રલ પેન્સિલ્વેનિયામાં એક કંપનીના ડિસ્ટ્રિબ્યુશન માટેના વાહનમાંથી અજ્ઞાત ચોરો દ્વારા એક લાખ જેટલાં ઈંડાંની ચોરી કરવામાં આવી છે. આ ઈંડાંની કિંમત ૪૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૩૪ લાખ રૂપિયા છે.


