ગ્લોબલ વૉર્મિંગને કારણે ઍન્ટાર્કટિકા-ગ્રીનલૅન્ડનો બરફ પીગળવાથી પૃથ્વીના પરિભ્રમણની ઝડપ ઘટી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અત્યાર સુધી ગ્લોબલ વૉર્મિંગને હળવાશથી લેતા આવ્યા છીએ, પરંતુ હવે સાવચેત થવાનો સમય આવી ગયો છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે ઍન્ટાર્કટિકા-ગ્રીનલૅન્ડનો બરફ પીગળવાથી પૃથ્વીના પરિભ્રમણની ઝડપ ઘટી છે અને પરિણામે દુનિયાભરના સમય પર અસર પડી શકે છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઍન્ટાર્કટિકામાં જે બરફ પીગળી રહ્યો છે એને કારણે કો-ઑર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ (UTC)માંથી એક સેકન્ડ ઘટાડવાની જરૂર પડી શકે છે. એનું કારણ એ છે કે પૃથ્વી હંમેશાં એક જ ઝડપે ફરતી નથી એથી કો-ઑર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમમાં વિવિધતા જોવા મળે છે. અમેરિકાના સૅન ડીએગોમાં આવેલી યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાની સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યુશન ઑફ ઓશનોગ્રાફીના નિષ્ણાતોનું કહેવું છે કે પૃથ્વીના પરિભ્રમણની ધીમી ગતિની ભરપાઈ કરવા એક સેકન્ડ ઘટાડવામાં આવે એ જરૂરી છે.

