સોલોમન આઇલૅન્ડ્સમાં એક માર્કેટ છે જ્યાં તમને જાતજાતની જ્વેલરી મળશે
ડૉલ્ફિનના દાંતની જ્વેલરી
સાઉથ પૅસિફિક મહાસાગરમાં આવેલા સોલોમન આઇલૅન્ડ્સમાં એક માર્કેટ છે જ્યાં તમને જાતજાતની એવી જ્વેલરી મળશે જે સાચકલાં પ્રાણીઓનાં હાડકાં અને દાંતમાંથી બનેલી છે. લોકલ જ્વેલરી માર્કેટમાં તમને ડૉલ્ફિનના દાંતમાંથી બનેલાં ઇઅર-રિંગ્સ, દરિયાઈ શેલમાંથી બનેલાં પેન્ડન્ટ્સ, નાના હાડકામાંથી બનેલી માળા, શ્વાનના દાંતમાંથી બનેલાં બ્રેસલેટ્સ અને નેકલેસ વગેરે મળે છે.

