નેપાલના કુકુર તિહાર તહેવારમાં શ્વાનોની પૂજા થાય છે
નેપાલના કુકુર તિહાર તહેવારમાં શ્વાનોની પૂજા થાય છે
દિવાળીના પાંચ દિવસનો તહેવાર નેપાલમાં પણ ઊજવાય છે. જોકે અહીં પાંચેય દિવસ અલગ-અલગ પ્રાણીઓને સમર્પિત કરવામાં આવ્યા છે. પહેલો દિવસ કાગડાની પૂજાનો હોય છે, બીજો દિવસ કુકુર તિહાર તરીકે ઊજવાય છે. કુકુર તિહાર એટલે ડૉગીઓનો દિવસ. ગયા શનિવારે નેપાલમાં કાળીચૌદશના દિવસે ડૉગીઓને યમરાજના સંદેશવાહક, મૃત્યુના દેવ કે પછી ગાર્ડિયન તરીકે પૂજવામાં આવે છે.
આ દિવસે ડૉગીઓને ફૂલમાળા પહેરાવી કપાળ પર સિંદુરના ચાંદલાથી સજાવવામાં આવે છે. કુકુર તિહારના ભાગરૂપે ડૉગીઓને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભોજન આપવામાં આવે છે. માલિક પ્રત્યે ભક્તિ અને ઈમાનદારી દાખવનારા આ ડૉગીઓની તહેવારના દિવસે વહેલી સવારે પૂજા કરવામાં આવે છે.


