૬ પગ, ચાર ટેસ્ટિકલ્સ, બે કૉલન સાથે એક એક્સ્ટ્રા પેનિસ પણ હતું
રાગા
અમેરિકાના ઇન્ડિયાનાના ફિશર્સમાં રાગા નામના જર્મન શેપર્ડથી ડૉક્ટર્સ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, કેમ કે એના ૬ પગ, ચાર ટેસ્ટિકલ્સ, બે કૉલન (મોટા આંતરડાનો મોટો ભાગ) અને સાથે એક એક્સ્ટ્રા પેનિસ પણ હતું. જોકે તેનાં એક્સ્ટ્રા અંગોને દૂર કરવા માટે જટિલ સર્જરી કરવામાં આવ્યા બાદ રાગા હવે હેલ્ધી છે. ફિશર્સમાં વીસીએ ઍડ્વાન્સ્ડ વેટરિનરી કૅર સેન્ટરમાં હૉસ્પિટલ મૅનેજર અનીતા હોર્નેએ કહ્યું હતું કે રાગાની સ્થિતિ જોતાં લાગતું હતું કે તે વધુ જીવતો નહીં રહે. સામાન્ય રીતે વધારાનાં અંગો ધરાવતાં નાનાં પશુઓ વધુ જીવતાં નથી.
રાગાને એક કૉલનનો કારણે વારંવાર ઇન્ફેક્શન થતું હતું. જોકે દર વખતે એ મજબૂતાઈથી એનો સામનો કરતો હતો.


