મચ્છર દ્વારા ફેલાતા રોગો કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે ડૉ. પેરન પોતાનો જ પ્રયોગાત્મક ટૂલ તરીકે ઉપયોગ કરે છે.
હાથ પર ૧૫,૦૦૦ જેટલા મચ્છર
અંધારામાં બેઠા હોઈએ અને બે-ચાર મચ્છર કરડી જાય તોય આપણે અકળાઈ ઊઠીએ છીએ, પણ બાયોલૉજિસ્ટ ડૉ. પેરન રૉસ એક બેઠકમાં ૧૫,૦૦૦ મચ્છરો પોતાના હાથે કરડાવે છે. યસ, જાણીજોઈને તેઓ મચ્છર ભરેલા ગ્લાસના વાસણમાં હાથ નાખે છે અને દસથી પંદર સેકન્ડ સુધી મચ્છર તેમની ત્વચા પર ચીટકી રહે છે.
ADVERTISEMENT
આવું કરવાનું કારણ એ છે કે આ ભાઈએ મચ્છરોનું બિહેવિયર અને એની બાયોલૉજી સમજવાનું બીડું ઝડપ્યું છે. મચ્છર દ્વારા ફેલાતા રોગો કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે ડૉ. પેરન પોતાનો જ પ્રયોગાત્મક ટૂલ તરીકે ઉપયોગ કરે છે. તાજેતરમાં એક વિડિયો બહાર પડ્યો છે જેમાં ડૉ. પેરન હાથ પર મચ્છર કરડાવે છે અને એ પછી જ્યાં-ત્યાં લાગેલા મચ્છરના ડંખવાળો હાથ બતાવે છે. એ જોઈને લોકો કહે છે કે આ ભાઈથી હવે મલેરિયાને ડર લાગતો હશે.

