આ ઘટના કોલમ્બિયાના કાઉન્ટી ડેપ્યુટીના કાને પડી કે તરત આ હરણને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બે દિવસ સુધી કાંટાવાળા તારમાં ફસાયેલા શિંગડાવાળા હરણ માટે છટકવાનું અક્ષમ થઈ ગયું હતું. આ ઘટના કોલમ્બિયાના કાઉન્ટી ડેપ્યુટીના કાને પડી કે તરત આ હરણને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે આ પ્રાણીને બચાવવાનો આ જાંબાઝ અધિકારીઓનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ફેસબુક પર અપલોડ કરાયેલા વિડિયોની કૅપ્શનમાં લખ્યું હતું, ‘આપણા કર્મચારીઓને આ કામ કરવા બદલ સલામ. આજે તેમણે પોતાની પ્રતિભા બતાવી. અમને અહેવાલ મળ્યો કે એક હરણ આ કાંટાળા તારમાં છેલ્લા બે દિવસથી ફસાયેલું છે. કર્મચારીઓ પહોંચ્યા અને જોયું કે આ થાકેલું હરણ હજી પોતાને તારમાંથી છોડાવવા માટે વલખાં મારી રહ્યું છે. કટરની મદદથી છોડાવ્યું કે તરત હરણે દોટ મૂકી હતી.’

