હાઈ કોર્ટની બેન્ચે એવું પણ જણાવ્યું હતું કે લગ્ન દરમ્યાન મળેલી ભેટને દહેજની શ્રેણીમાં ન મૂકી શકાય.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
અલાહાબાદ હાઈ કોર્ટે એક કેસની સુનાવણી વખતે જણાવ્યું કે લગ્નમાં મળતી ગિફ્ટની એક યાદી બનવી જોઈએ અને એના પર વર અને કન્યા પક્ષના હસ્તાક્ષર હોવા જોઈએ. હાઈ કોર્ટે આ ટિપ્પણી દહેજ-ઉત્પીડનના વધતા કેસને ધ્યાનમાં રાખીને કરી હતી. કોઈ પણ લગ્નનાં ૭ વર્ષ સુધી દહેજ-ઉત્પીડનનો કેસ દાખલ કરી શકાય છે. ઘણી વાર વિવાદ કોઈ બીજા કારણે હોય તો પણ દહેજનો આરોપ લગાવી દેવામાં આવે છે. કોર્ટે કહ્યું કે જો લિસ્ટ તૈયાર હશે તો બિનજરૂરી આરોપથી બચી શકાશે. હાઈ કોર્ટની બેન્ચે એવું પણ જણાવ્યું હતું કે લગ્ન દરમ્યાન મળેલી ભેટને દહેજની શ્રેણીમાં ન મૂકી શકાય.