Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં તોફાની સ્ટુડન્ટ્સને બાળકો સંભાળવાની સજા અપાય છે

ચીનમાં તોફાની સ્ટુડન્ટ્સને બાળકો સંભાળવાની સજા અપાય છે

Published : 15 May, 2026 02:42 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના જિયાંગ્સુ પ્રાંતના શુઝોઉ શહેરની એક સ્કૂલે વિદ્યાર્થીઓને અનોખી સજા કરવાનું શરૂ કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ચીનના જિયાંગ્સુ પ્રાંતના શુઝોઉ શહેરની એક સ્કૂલે વિદ્યાર્થીઓને અનોખી સજા કરવાનું શરૂ કર્યું છે. અહીં તોફાની સ્ટુડન્ટ્સે બેબીઝની સંભાળ રાખવાની હોય છે. આ બાળકો રિયલ નહીં પણ બેબી ડૉલ હોય છે. એનું વજન લગભગ ૨.૫ કિલો જેટલું હોય છે. તેમણે દિવસભર આ બેબીઝની સંભાળ રાખવાની હોય છે. તેમણે ક્લાસરૂમમાં ખાતી-પીતી વખતે અને ક્યાંય પણ ફરવા જતી વખતે ઢીંગલાને સાથે જ રાખવાનો હોય છે. આ ઢીંગલાની એવી કૅર કરવાની હોય છે જાણે એ અસલી બાળક હોય.

આવી સજા કરતી સ્કૂલ પણ ખાસ છે. આ સ્પેશ્યલ એજ્યુકેશન સ્કૂલ છે જેમાં ભણતા સ્ટુડન્ટ્સને બિહેવિયરલ પ્રૉબ્લેમ્સ હોય છે. ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતા, ભણવામાં જરાય રુચિ ન ધરાવતા, ગેમિંગની લતને કારણે સતત બેધ્યાન રહેતા સ્ટુડન્ટ્સ અહીં ભણે છે. તેમને વઢવાથી કે અન્ય સજા કરવાથી વિદ્યાર્થીઓનું બિહેવિયર સુધરતું નથી. સ્કૂલના પ્રિન્સિપાલનું કહેવું છે કે નાની વયના અને કુમળા મનના ટીનેજર્સને ડરાવવા કે ધમકાવવા ઠીક નથી હોતા કેમ કે એની અસર પણ ખાસ નથી થતી. એવામાં તેમને વધુ સંવેદનશીલ બનાવવા માટે આ રસ્તો વધુ અસરકારક છે. એક બાળકને સંભાળવું કેટલું અઘરું હોય છે એનો અનુભવ તેઓ જાતે કરે તો તેમને સમજાય છે કે પેરન્ટ્સ તેમની પાછળ કેટલી મહેનત કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 02:42 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK