ઇન્સ્ટાગ્રામ પર આશરે ૫,૦૦,૦૦૦ જેટલા ફૉલોઅર્સ ધરાવતા આ યુટ્યુબરે લેહમાં બાઇક-સ્ટન્ટના વિડિયો પોસ્ટ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી
યુટ્યુબર અલી આલિયાન ઇકબાલ
લદ્દાખના લેહમાં આવેલા જગવિખ્યાત પૅન્ગૉન્ગ લેક અને નુબ્રા વૅલીના પર્યાવરણીય રીતે સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારોમાં સુપરબાઇક ચલાવવા અને સ્ટન્ટ કરવા બદલ એક યુટ્યુબર અલી આલિયાન ઇકબાલ પર આરોપ મૂકવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આશરે ૫,૦૦,૦૦૦ જેટલા ફૉલોઅર્સ ધરાવતા આ યુટ્યુબરે લેહમાં બાઇક-સ્ટન્ટના વિડિયો પોસ્ટ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. લેહ પોલીસે બેદરકારીથી સુપરબાઇક ચલાવવા બદલ ગુનો નોંધ્યો હતો. ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૧૨૫ અને ૨૯૨ હેઠળ આરોપ દાખલ કરવામાં આવ્યા હતા.
તેણે પોતે પોસ્ટ કરેલા વિડિયોમાં ઇકબાલ શર્ટ કાઢીને તેની સુપરબાઇક પર હેડસ્ટૅન્ડ કરતો, વૅલીમાં ફરતો અને રેતીમાં બાઇકને ફસાવીને ધૂળના ઢગલા ઉડાડતો જોવા મળે છે. આ તમામ વિડિયો ખૂબ વાઇરલ થયા હતા.

