અકસ્માત બાદ કાર-ડ્રાઇવર ગભરાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
અકસ્માતની તસવીર
આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પૂરઝડપે આવતી કાર ટૂ-વ્હીલર સાથે અથડાતાં ૩૫ વર્ષના સ્કૂટીચાલકનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત એટલો ભીષણ હતો કે વ્યક્તિનું શરીર ઊડીને કારના રૂફ પર પડ્યું હતું અને ડ્રાઇવરની જાણ બહાર ૧૮ કિલોમીટર સુધી એ જ સ્થિતિમાં પડી રહ્યું હતું. ટ્રૅક્ટર મેકૅનિક જિન્ને યેરીસ્વામી પોતાના ગામથી રાત્રે ૧૦.૩૦ વાગ્યે સ્કૂટી પર પાછો આવી રહ્યો હતો ત્યારે બૅન્ગલોરથી આવતી કારે સ્કૂટીને ઉડાડી દીધી હતી. અકસ્માત બાદ કાર-ડ્રાઇવર ગભરાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. એ પછી તેને ખ્યાલ નહોતો કે મરનાર વ્યક્તિનું શરીર કારની ઉપર જ છે. કાર લગભગ ૧૮ કિલોમીટરની મુસાફરી કરીને એક ગામમાં પહોંચી ત્યારે ત્યાંથી પસાર થનાર લોકોએ કારની છત પર યેરીસ્વામીની બૉડી જોઈ અને ડ્રાઇવરને અટકાવ્યો હતો, પણ તે કાર લઈને ભાગી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

