Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફૉલૉઅર્સને આકર્ષવાના ચક્કરમાં બ્રાઝિલિયન ઇન્ફ્લુઅન્સર બરફથી ગંભીર દાઝી ગઈ

ફૉલૉઅર્સને આકર્ષવાના ચક્કરમાં બ્રાઝિલિયન ઇન્ફ્લુઅન્સર બરફથી ગંભીર દાઝી ગઈ

18 April, 2024 11:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બર્નને કારણે તેના પગની ત્રણ આંગળી કાળી પડી ગઈ હતી.

એમસી થામ્મી

અજબ ગજબ

એમસી થામ્મી


ઇન્સ્ટાગ્રામ પર ૨૦ લાખથી વધારે ફૉલૉઅર્સ ધરાવતી બ્રાઝિલની એક ઇન્ફ્લુઅન્સરને રિયાલિટી શો દરમ્યાન કડવો અનુભવ થયો હતો. એમસી થામ્મી નામની આ ઇન્ફ્લુઅન્સરે આઇસ ચૅલેન્જમાં ભાગ લીધો હતો, જેમાં ભાગ લેનારે બરફ અને મીઠું બોળેલા પાણીમાં ૧૫ મિનિટ સુધી બન્ને પગ બોળીને ઊભા રહેવાનું હતું. જે લોકો બર્ફીલા વિસ્તારોમાં ફરવા જતા હોય તેમને ખ્યાલ હશે કે બરફના વધુપડતા સંપર્કમાં આવવાથી સ્કિન બર્ન થઈ શકે છે એટલે કે ચામડીને ગંભીર ઈજા પહોંચી શકે છે. એમસી થામ્મી સાથે પણ આવું જ બન્યું હતું. બરફ-મીઠાના પાણીમાં ઊભા રહેવાથી ગંભીર ઈજા થઈ હતી. બર્નને કારણે તેના પગની ત્રણ આંગળી કાળી પડી ગઈ હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે જો વધારે મોડું થયું હોત તો પગમાં નૅક્રૉસિસ થઈ શકતું હતું, એટલે કે ટિશ્યુઝ નષ્ટ થઈ જતાં પગ કાપવો પડે એવી સ્થિતિ પેદા થઈ શકતી હતી. જોકે આવું થાય એ પહેલાં તેને સમયસર સારવાર અપાઈ હતી. હવે આ ઇન્ફ્લુઅન્સર થોડા દિવસ માટે વ્હીલચૅરના સહારે છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2024 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK