ઘણી ઑફિસોમાં કર્મચારીઓ બહાર જઈને ગામગપાટા ન મારે એ માટે જાત-જાતનાં નિયંત્રણો લાવતા હોય છે પરંતુ કેટલીક કંપનીઓ આ મામલે હદ કરી નાખતી હોય છે
Offbeat
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ઑફિસના વર્કિંગ અવરમાં જ લંચ અને બાથરૂમ વગેરે બ્રેક આવી જતા હોય છે. જોકે કર્મચારીઓને બાથરૂમ બ્રેક પર જતાં પહેલાં કમ્પ્યુટરમાં સાઇન આઉટ કરવાના બૉસના નવા નિયમ વિશે એક વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં ચર્ચા જગાવી છે. રેડિટ નામની સોશ્યલ મીડિયા પર આ પોસ્ટમાં તેણે એચઆર પાસે જવાનું વિચારું છું લખીને રેડિટર્સને પૂછ્યું કે શું આ પગલું યોગ્ય છે?
ઘણી ઑફિસોમાં કર્મચારીઓ બહાર જઈને ગામગપાટા ન મારે એ માટે જાત-જાતનાં નિયંત્રણો લાવતા હોય છે પરંતુ કેટલીક કંપનીઓ આ મામલે હદ કરી નાખતી હોય છે.
ADVERTISEMENT
તે વ્યક્તિએ તેની પોસ્ટમાં લખ્યું છે કે મારા નવા બૉસ ઇચ્છે છે કે અમે બાથરૂમ કે લંચ બ્રેક પર જતાં પહેલાં સાઇન આઇટ કરીએ. મેં આમ કરવાનો ઇનકાર કર્યો અને મેં સૂચનાનું પાલન કેમ નથી કર્યું એ વિશે લેખિતમાં ખુલાસો આપવા જણાવ્યું. મારે શું કરવું જોઈએ? એણે વધુમાં લખ્યું કે હું આ કંપનીમાં ૧૮ વર્ષથી છું અને મારી ટીમમાં સૌથી સારું પ્રદર્શન કરનાર વ્યક્તિ છું. તાજેતરમાં જ અમારા બૉસ બદલાયા છે. નવા બૉસ આ નવો નિયમ લાવ્યા છે.’
વ્યક્તિએ પોતાની કંપનીની ઘણી પ્રશંસા પણ કરી હતી, જેમાં એણે લખ્યું હતું કે મને વર્ષમાં પાંચ સપ્તાહની રજા પણ મળે છે. જોકે આ વિચિત્ર સમસ્યા વિશે મારે ફરિયાદ લઈને એચઆર પાસે જવું જોઈએ કે નહીં? મારે બદલે તમે હો તો શું કરો?