બાળક હજી જસ્ટ એક જ મહિનાનું છે. આ બાળક તેના દીકરાનું છે અને તેની દીકરાવહુ દીકરા કરતાં મોટી ઉંમરની હોય એવું જણાય છે.
ચીનના સુઝોઉ શહેરમાં રહેતી ૩૯ વર્ષની એક યુવતી બાળકને દૂધ પીવડાવતી હોય એવો વિડિયો વાઇરલ થયો છે.
ચીનના સુઝોઉ શહેરમાં રહેતી ૩૯ વર્ષની એક યુવતી બાળકને દૂધ પીવડાવતી હોય એવો વિડિયો વાઇરલ થયો છે. એ વિડિયોનું ટાઇટલ છે ૧૯૮૫માં જન્મેલી ગ્રૅન્ડમધર. આ બહેનનું નામ નથી જાહેર થયું, પણ ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર તે બાળકનું બાળોતિયું બદલતી કે દૂધ પીવડાવતી હોય એવા વિડિયો વાઇરલ થયા છે. બાળક હજી જસ્ટ એક જ મહિનાનું છે. આ બાળક તેના દીકરાનું છે અને તેની દીકરાવહુ દીકરા કરતાં મોટી ઉંમરની હોય એવું જણાય છે.
એશિયન દેશોમાં આજકાલ ત્રીસીમાં જ યુવતીઓ દાદી બની જાય એવું જોવા મળે છે. હજી આ વર્ષની શરૂઆતમાં જ સિંગાપોરની શિર્લી લિન્ગ નામની ૩૪ વર્ષની ઑનલાઇન ઇન્ફ્લુએન્સર દાદી બની હતી. શિર્લી પોતે ૧૭ વર્ષની ઉંમરે મા બની ગઈ હતી અને તેનો દીકરો પણ ૧૭ વર્ષે પિતા બની જતાં તે જસ્ટ ૩૪ વર્ષે દાદી બની ગઈ હતી. ચીનના શાન્ડોન્ગ પ્રાંતમાં પણ ૩૮ વર્ષની એક મહિલા તેના ૧૬ વર્ષના દીકરાના સંતાનની દાદી બની ગઈ હતી.


