Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આવતા અઠવાડિયે લગ્ન હતાં અને દુલ્હન પોતાના ભાણેજ સાથે ભાગી ગઈ

આવતા અઠવાડિયે લગ્ન હતાં અને દુલ્હન પોતાના ભાણેજ સાથે ભાગી ગઈ

Published : 07 May, 2025 11:46 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના નાલંદા જિલ્લામાં બે પરિવારોમાં લગ્નોની છેલ્લી ઘડીઓની તૈયારીઓ ચાલી રહી હતી એ જ વખતે દુલ્હન તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. દુલ્હન પોતાના જ ભાણેજ સાથે ફરાર થઈ ગઈ હોવાના ખબર મળતાં ગામમાં કોહરામ મચી ગયો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બિહારના નાલંદા જિલ્લામાં બે પરિવારોમાં લગ્નોની છેલ્લી ઘડીઓની તૈયારીઓ ચાલી રહી હતી એ જ વખતે દુલ્હન તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. દુલ્હન પોતાના જ ભાણેજ સાથે ફરાર થઈ ગઈ હોવાના ખબર મળતાં ગામમાં કોહરામ મચી ગયો. નાલંદા પાસેના એક ગામમાં ૧૯ વર્ષની એક છોકરીને તેના કાકાની દીકરી બહેનના દીકરા એવા ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો હતો. બે જણ વચ્ચે પાંગરી રહેલા આ સંબંધની ઘરવાળાઓને ખબર પડી જતાં પરિવારજનોએ જલદી-જલદી યુવતીનાં લગ્ન નક્કી કરી લીધાં હતાં. ૧૧ મેએ તેમનાં લગ્ન હતાં. ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી અને મહેમાનો પણ આવી ચૂક્યા હતા. લગ્નની રસમોની શરૂઆત થવામાં હતી એ જ વખતે છોકરી તેના ભાણેજ સાથે ભાગી ગઈ હતી. આ વાત જાહેર થઈ જાય તો ગામમાં વગોવણી થઈ જાય એ માટે થઈને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2025 11:46 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK