બાળપણમાં કૉમિક-બુક્સના જબરા શોખીન એવા ભોપાલના નીરજ ગજભીએ નામના બિઝનેસમૅન પાસે કૉમિક્સનું વિશાળ કલેક્શન છે. ગાર્મેન્ટનો બિઝનેસ કરતા અને સાથે પોતાની ટ્રાવેલ-એજન્સી પણ ચલાવતા નીરજને જીવનમાં ઠરીઠામ થયા પછી કૉમિક્સ એકત્ર કરવાનું ઝનૂન ચડ્યું હતું.
નીરજ ગજભીએ
બાળપણમાં કૉમિક-બુક્સના જબરા શોખીન એવા ભોપાલના નીરજ ગજભીએ નામના બિઝનેસમૅન પાસે કૉમિક્સનું વિશાળ કલેક્શન છે. ગાર્મેન્ટનો બિઝનેસ કરતા અને સાથે પોતાની ટ્રાવેલ-એજન્સી પણ ચલાવતા નીરજને જીવનમાં ઠરીઠામ થયા પછી કૉમિક્સ એકત્ર કરવાનું ઝનૂન ચડ્યું હતું. ૩૦,૦૦૦થી વધુ કાર્ટૂન-બુક્સ ધરાવતા નીરજભાઈને પાંચેક વર્ષ પહેલાં જ મિત્રો સાથેની એક અમસ્તી વાતચીતમાંથી કૉમિક્સ-કલેક્શનનો આઇડિયા આવેલો. ૨૦૧૯-’૨૦ દરમ્યાન દોસ્તો સાથે બાળપણના પૅશન વિશે વાત થતી હતી ત્યારે તેમને યાદ આવ્યું કે તેમને બાળપણમાં કાર્ટૂન-બુક્સ બહુ જ ગમતી હતી. બધા જ દોસ્તો પોતાની મનગમતી યાદની વાત કરતા હતા ત્યારે નીરજને આ પોતે વાંચેલી કૉમિક્સ સાંભરી આવી. તેણે દોસ્તોને જ પૂછ્યું કે એ કૉમિક્સ ક્યાંથી મળતી હતી? બધા પાસેથી મેળવેલી માહિતી એકત્ર કરીને નીરજે જૂની કૉમિક-બુક્સ એકઠી કરવાનું બીડું ઝડપ્યું. જે અંકલ પાસેથી તેઓ બાળપણમાં કૉમિક્સ લેતા હતા તેમની પાસેથી પહેલી જ વારમાં તેમને ૩૦૦૦ અલગ-અલગ બુક્સ મળી. એ પછી તેણે પોતાના કૉમિક્સપ્રેમી દોસ્તોનું ગ્રુપ બનાવ્યું અને જ્યાં પણ જૂની કૉમિક્સ મળે એ શોધવાનું કામ આરંભીને કલેક્શન શરૂ કરી દીધું. આ ઝનૂન માત્ર દેશમાં જ નહીં, વિદેશી કૉમિક્સ સુધી પણ વિસ્તર્યું. ટ્રાવેલ-એજન્સીના કામ માટે તેઓ જ્યાં પણ જાય ત્યાંથી અનોખી કૉમિક-બુક્સ એકઠી કરે છે. એને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં પાંચ રાજ્યો અને ૧૫ શહેરોમાંથી લગભગ ૩૦,૦૦૦થી વધુ કૉમિક-બુક્સનું કલેક્શન તેમની પાસે છે. એ સાચવવા માટે તેમના બે રૂમ ભરેલા છે.

