અત્યાર સુધી આ વિડિયોને ૨.૬ લાખ લાઇક્સ અને ૧.૨૫ કરોડ વ્યુઝ મળ્યા છે.

વિડિયો ટૅટૂ આર્ટિસ્ટે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે.
પોતાના પ્રિય પાત્ર પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. આવાં ગતકડાં પછી સામેનું પાત્ર અચંબિત થઈને જે પ્રતિક્રિયા આપે એ જ એક પ્રકારનું ઇનામ મનાય છે. બૅન્ગલોરમાં એક મહિલાએ પતિ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા પોતાના કપાળ પર તેના પતિના નામનું ટૅટૂ ચીતરાવ્યું છે, જેનો વિડિયો ટૅટૂ આર્ટિસ્ટે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. વિડિયો-ક્લિપની શરૂઆતમાં ટૅટૂ આર્ટિસ્ટ મહિલાના પતિનું નામ એક પેપર પર લખીને તેના કપાળ પર ચોંટાડીને નામની ફોન્ટ સાઇઝ નક્કી કરીને નામ લખવાની શરૂઆત કરે છે. દરમ્યાન મહિલાના ચહેરા પર તેને પડતી તકલીફ ચોખ્ખી દેખાય છે. એક તબક્કે તે ટૅટૂ આર્ટિસ્ટને અટકવાનો ઇશારો પણ કરે છે. અત્યાર સુધી આ વિડિયોને ૨.૬ લાખ લાઇક્સ અને ૧.૨૫ કરોડ વ્યુઝ મળ્યા છે. જોકે કેટલાક નેટિઝન્સે મહિલાના આ પ્રેમ-પ્રદર્શનની ઘણી ટીકા કરી છે.

