એક સમયે કૅફે પોતાને ત્યાં લોકોને આકર્ષવા માટે એક કૉફી ઑર્ડર કરવા પર આરામથી બેસવા દેતાં હતાં, પરંતુ હવે એવું નથી રહ્યું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સામાન્ય રીતે કૅફેમાં એક કૉફી ઑર્ડર કરીને કલાકો સુધી ટેબલ વાપરનારા લોકોની સંખ્યા હવે ખૂબ વધી ગઈ છે. રિમોટ-વર્ક કરતા પ્રોફેશનલ્સ માટે અનઑફિશ્યલ મીટિંગ અને વર્કપ્લેસ બની ગયાં છે કૅફે. એવામાં બૅન્ગલોરના એક કૅફેએ લાંબો સમય સુધી બેસનારા લોકો પાસેથી અલગથી ચાર્જ વસૂલ કરવાનો નવો નિયમ શરૂ કર્યો છે. આ કૅફેમાં નોટિસ લગાવવામાં આવી છે કે જો કોઈ કસ્ટમર એક કલાકથી વધુ સમય માટે અહીં બેસશે તો તેને દર કલાકના ૧૦૦૦ રૂપિયા પ્રમાણે ચાર્જ આપવાનો રહેશે. એક સમયે કૅફે પોતાને ત્યાં લોકોને આકર્ષવા માટે એક કૉફી ઑર્ડર કરવા પર આરામથી બેસવા દેતાં હતાં, પરંતુ હવે એવું નથી રહ્યું. ઓછી સીટિંગ-પ્લેસમાં લાંબો સમય સુધી કેટલાક લોકો ચીપકી રહેતા હોય છે એટલે અનેક કસ્ટમર્સ ગુમાવવા પડે છે અને ઑર્ડર્સ પણ ઓછા મળે છે. એવામાં બૅન્ગલોરની એક કૅફેનો આ નિયમ ઘણા રેસ્ટોરાં બિઝનેસવાળાઓને પસંદ આવી રહ્યો છે. કૅફેના માલિકનું કહેવું છે કે લોકો કૅફેને ઑફિસની જેમ વાપરવા ન લાગે એ માટે આ જરૂરી છે.


