અહીં સ્ટોરી જનાર્દન નામના એક ઑટો-ડ્રાઇવરની છે, જેને ટ્વિટર પર સુશાંત કોશીએ શૅર કરી હતી

દિવસે ઑટો-ડ્રાઇવર, રાતે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર
દેશની ટેક કૅપિટલ ગણાતા બૅન્ગલોરના લોકો સખત મહેનતુ છે. આ સિટીના દરેક ખૂણામાં તમને કોઈ ને કોઈ ઑન્ટ્રપ્રનર મળી જ જાય. જોકે જરૂરી નથી કે દરેક ઑન્ટ્રપ્રનર ઊંચી ઇમારતોની પૉશ ઑફિસમાં જ કામ કરે.
અહીં સ્ટોરી જનાર્દન નામના એક ઑટો-ડ્રાઇવરની છે, જેને ટ્વિટર પર સુશાંત કોશીએ શૅર કરી હતી. સુશાંતે શૅર કરેલા ફોટોગ્રાફમાં જનાર્દનની ઑટોની અંદર એક પ્લૅકાર્ડમાં એવું લખાણ વંચાય છે, ‘પ્લીઝ મારી યુટ્યુબ ચૅનલ ‘ગોલ્ડ જનાર્દન ઇન્વેસ્ટર’ને સબસ્ક્રાઇબ કરો. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. આજનો મારો ઉબેર ઑટો-ડ્રાઇવર એક યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છે.’
અત્યારે અનેક લોકો યુટ્યુબ ચૅનલ ચલાવે છે. જોકે કોશીએ જ્યારે જનાર્દનની યુટ્યુબ ચૅનલ જોઈ ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું હતું. જર્નાદન ઇકૉનૉમિક્સના અત્યંત જટિલ સબ્જેક્ટ્સને સામાન્ય લોકોની ભાષામાં સમજાવે છે. એટલું જ નહીં, એક ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરની જેમ લોકોને ફાઇનૅન્સની સલાહ પણ આપે છે.