તાજેતરમાં આ ટુર્નામેન્ટનું ૬૬૩મું વર્ષ ચાલી રહ્યું છે
ઑઇલ રેસલિંગ ચૅમ્પિયનશિપ
જુલાઈ મહિનો આવે એટલે ટર્કીમાં ઐતિહાસિક ગણાતી વાર્ષિક ઑઇલ રેસલિંગ ચૅમ્પિયનશિપ યોજાય છે. ટર્કીમાં આ સ્પર્ધાને કિર્કપિનર કહેવાય છે. એમાં આખા દેશમાંથી સ્પર્ધકો અહીં ભેગા થાય છે અને શરીરે તેલ ચોપડીને મલ્લયુદ્ધ કરે છે. ખેતરમાં ખુલ્લામાં એકસાથે સેંકડોની સંખ્યામાં સ્પર્ધકો શરીરે ઑલિવ ઑઇલ ચોળીને રેસલિંગ કરે છે. હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી એમાં વજન અને હાઇટ મુજબ વિવિધ કૅટેગરીઝ પાડવામાં આવી છે. ૧૩૬૦ની સાલમાં આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી. આ ટુર્નામેન્ટમાં કોઈ ચકચકિત રેસલિંગ રિન્ગ નથી હોતી. ખેતરમાં જમીન પર જ સ્પર્ધકો એકમેક સાથે ભીડે છે. તાજેતરમાં આ ટુર્નામેન્ટનું ૬૬૩મું વર્ષ ચાલી રહ્યું છે અને એ સૌથી લાંબા સમયથી ચાલતી ટુર્નામેન્ટનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.


